જે લોકો વેટ લૉસ કરવા માંગતા હોય, તેઓ ગ્રીન ટીનું સેવન કરે છે. જો કે ઝડપથી વજન ઉતારવાના ચક્કરમાં લોકો વધારે પડતી ગ્રીન ટી પીવે છે, જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
જો તમે એક દિવસમાં વધારે પડતી ગ્રીન ટી પીતા હોવ, તો માથામાં દુખાવાની સમસ્યા પરેશાન કરી શકો છો. વધુ પડતી ગ્રીન ટી પીવાથી માથું ભારે લાગી શકે છે.
વધુ પડતી ગ્રીન ટી પીવાથી પેટમાં બળતરા અને ગેસ જેવી સમસ્યા થઈ શકે છે, કારણ કે ગ્રીન ટીમાં ટેનિન નામનું તત્વ મળી આવે છે. જે પેટ સબંધિત સમસ્યામાં વધારો કરે છે.
વધુ પડતી ગ્રીન ટી પીવાથી ઊંઘ સબંધિત સમસ્યા થઈ શકે છે. ગ્રીન ટીમાં કેફીનનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ વધારે પીવાથી ઊંઘની સમસ્યા થઈ શકે છે.
ગ્રીન ટીમાં ભરપુર એન્ટી ઑક્સિડેન્ટ મળી આવે છે. વધારે પડતી ગ્રીન ટી પીવાથી શરીરમાં આયરનના શોષણમાં અવરોધ આવે છે.
વધુ પડતી ગ્રીન ટી પીવાથી તેમાં રહેલા ગુણ કેલ્શિયમનું શોષણ ઓછું કરી શકે છે. જેની સીધી અસર તમારા હાડકા પર પડે છે અને તે નબળા પડી શકે છે.
એક સ્વસ્થ્ય વ્યક્તિ દિવસમાં 2-3 કપ ગ્રીન ટી પી શકે છે. 3 કપથી વધારે ગ્રીન ટી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.