શિયાળામાં ઠંડીથી બચવા માટે બાજરાના રોટલા ખાવાનું પસંદ કરતા હોય છે, ચાલો જાણીએ બાજરાના રોટલા બનાવવાની રીત.
બાજરાનો લોટ – 2 કપ, મીઠું – સ્વાદ મુજબ (અંદાજે ½ ચમચી), પાણી – જરૂર મુજબ, ઘી અથવા માખણ – પીરસવા માટે
સૌ પ્રથમ એક કાથરોટમાં પાણી લો અને તેમાં એક ચમચી મીઠું ઉમેરો.
ધીમે ધીમે પાણી ઉમેરી નરમ લોટ બાંધો. લોટ થોડો ગરમ હોવાથી હળવે હાથથી બાંધવો, લોટ તૈયાર થયા બાદ 5 મિનિટ ઢાંકી રાખો.
હવે લોટમાંથી બોલ બનાવી હાથ વડે ટીપતા જઈને રોટલો બનાવી લો.જો મુશ્કેલી લાગે તો પ્લાસ્ટિકની થેલી વચ્ચે અથવા કાપડ પર બનાવી શકો.
હવે એક તાવડી ગરમ કરી તેની ઉપર રોટલો મૂકીને બંને બાજુ શેકી લો. સેકાઈ જાય પછી ઉપરથી ઘી અથવા માખણ લગાવો.
રોટલો તૈયાર છે,તેને લસણની ચટણી, ગુળ અને ઘી, રીંગણનું ભર્તું (ઓલો), છાશ કે દહીં સાથે પીરસો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.