બિનઆરોગ્યપ્રદ આહારના કારણે લીવરમાં ગંદકી જમા થાય છે, જેના કારણે શરીરમાં લીવર યોગ્ય રીતે કામ નથી કરતું.
જ્યારે લિવરમાં વધુ પડતી ગંદકી જામી જાય છે, ત્યારે વ્યક્તિ ફેટી લિવરનો શિકાર પણ બની શકે છે, જે એકદમ ગંભીર માનવામાં આવે છે.
લીવર સંબંધિત સમસ્યાઓમાં એક તમાલપત્ર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ પાન લીવરની ગંદકીને સાફ કરે છે.
તમાલપત્રને લીવર માટે વરદાન માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી લીવર સ્વસ્થ બની શકે છે. ચાલો જાણીએ તેનું સેવન કેવી રીતે કરવું.
લીવરને સ્વસ્થ રાખવા માટે તમાલપત્રનું પાણી બનાવીને પીવો, તેના માટે એક ગ્લાસ પાણીમાં 1-2 પાન ઉકાળીને ગરણી વડે ગાળીને પીવો.
જંક ફૂડ ખાવાથી લીવરમાં ગંદકી જમા થાય છે. આવી સ્થિતિમાં તમે તમાલપત્રના પાનનું પાણી પીવું જોઈએ.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.