દિવાળી પર ગુજરાતી ઘરોમાં અનેક મીઠાઈ બનતી હોય છે અથવા બજારમાંથી આવતી હોય છે. આ દિવાળી પર મોહનથાળ બનાવવાનું ભૂલશો નહીં. પોચો અને સ્વાદિષ્ટ મોહનથાળ બનાવવાની રેસિપી ગુજરાતી જાગરણ અહીં આપી રહ્યું છે.
2 કપ ચણાનો લોટ, 1 કપ ઘી, 1.5 કપ ખાંડ, 1/2 કપ દૂધ, 1/4 ચમચી એલચી પાવડર, 8-10 કેસરના દોરા, 2 ચમચી બદામ-પિસ્તાની કાતરી.
ચણાના લોટમાં 1/4 કપ ઘી અને 1/4 કપ દૂધ ઉમેરી, હાથથી બરાબર ઘસીને મોણ આપો. 10-15 મિનિટ રાખો.
કડાઈમાં 3/4 કપ ઘી ગરમ કરો, તેમાં આ લોટ ઉમેરી, મધ્યમ આંચે સતત હલાવતા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો (10-12 મિનિટ).
એક પેનમાં 1.5 કપ ખાંડ અને 3/4 કપ પાણી ઉમેરી, એકતારની ચાસણી બનાવો. તેમાં કેસર અને એલચી પાવડર ઉમેરો.
શેકેલા લોટમાં ગરમ ચાસણી ધીમે-ધીમે ઉમેરો અને સતત હલાવો જેથી ગાંઠો ન પડે. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.
ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ ફેલાવો, ઉપર બદામ-પિસ્તાની કાતરી છાંટો અને હળવા હાથે દબાવો. 1-2 કલાક સેટ થવા દો.
સેટ થયેલા મોહનથાળને ચોરસ કે હીરાકૃતિમાં કાપો અને ઠંડો કે ગરમ સર્વ કરો.