હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે. પંચાંગ અનુસાર દર વર્ષે તે આસો વદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર શનિવારને 18 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.
આ દિવસે કુબેરજીની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.સાથે સાથે ભગવાન ધન્વંતરી અને ગણેશજીની પણ આરાધના થાય છે. આ સિવાય આ દિવસે સોનું-ચાંદી, ગણેશ-લક્ષ્મીની મૂર્તિઓ, વાસણો, સાવરણી, વાહનો અને અન્ય વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.
આ વર્ષે ધનતેરસ પર અનેક શુભ યોગની રચના થવા જઈ રહી છે. આ દિવસે બ્રહ્મ યોગસવારે 18 ઓક્ટોબરથી રાત્રે 1:48 સુધી,પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સવારથી લઇને બપોરે 3:41 વાગ્યા સુધી, ઉત્તરાફાલ્ગુ નક્ષત્ર બપોરે 3:41 બાદ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સાથે બુદ્ધાદિત્ય અને કલાત્મક યોગનું નિર્માણ થશે.
પૂજાનો શુભ સમય – 18 ઓક્ટોબરે સાંજે 7:16 થી 8:20 સુધી. બ્રહ્મ મુહૂર્ત – સવારે 4:43 થી 5:33 સુધી. અભિજિત મુહૂર્ત – સવારે 11:43 થી બપોરે 12:29. પ્રદોષ કાલ – સાંજે 05:48 થી રાત્રે 08:20 સુધી. વૃષભ કાલ – સાંજે 07:16 થી રાત્રે 09:11 વાગ્યા સુધી.
ચલ : બપોરે 12:06 થી 1:31 સુધી. લાભ : બપોરે 1:31 થી 2:57 સુધી. અમૃત ચોઘડિયા: બપોરે 2:57 થી 4:22 સુધી.
લાભ: સાંજે 5:48 થી 7:23 સુધી. શુભ : રાત્રે 8:58 થી 10:33 સુધી. ચલ : રાત્રે 12:04 AM થી રાત્રે 1:39 સુધી.
ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય – 18 ઓક્ટોબરે બપોરે 12:18 થી 19 ઓક્ટોબર સવારે 06:26 સુધી છે. આ સિવાય 19 ઓક્ટોબરે સવારે 06:26 થી બપોરે 01:51 સુધી છે.
શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરી આસો વદ તેરસે અમૃતના કળશ સાથે પ્રગટ થયા હતા. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.
અનવની માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.