ભરેલા ભીંડાનું શાક ઘણું સ્વાદીષ્ટ હોય છે. એકવખત ખાધા પછી રોજ ખાવાની ઇચ્છા થાય છે
ભીંડા, ચણાનો લોટ, સીંગનો ભુકો, ધાણાજીરું, હિંગ, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કોથમીર, તેલ, મીઠું.
ભીંડાને ધોઈ કોરા કરો. ઉપર-નીચેના ભાગ કાપી લો અને ભીંડાને વચ્ચેથી લંબાઈમાં કાપો .
એક બાઉલમાં સિંગદાણાનો ભૂકો, તલ, આદુ-લસણ-મરચાની પેસ્ટ, ધાણાજીરું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ખાંડ, મીઠું, આમચૂર પાવડર અને થોડું તેલ નાખી બરાબર મિક્સ કરો.
તૈયાર મસાલાને દરેક ભીંડામાં બરાબર ભરો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરું અને હિંગ નાખો. જીરું તતડે એટલે ભરેલા ભીંડા ઉમેરો.
ધીમા તાપે ઢાંકીને 5-7 મિનિટ સુધી ચઢવા દો, વચ્ચે 2-3 વાર હલાવો જેથી ચીપકે નહીં.
ઉપરથી કોથમીર ભભરાવો. ગરમાગરમ રોટલી, ભાખરી, થેપલા સાથે પીરસો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.