ઠંડીમાં ગરમાવો અને પોષણ આપતો ડ્રાયફ્રુટ હલવો


By Dimpal Goyal02, Jan 2026 03:16 PMgujaratijagran.com

ડ્રાયફ્રુટ હલવો

ડ્રાયફ્રુટ હલવો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ગુજરાતી મીઠાઈ છે, જે ખાસ કરીને તહેવારો અને ઠંડીની ઋતુમાં શરીરને ઊર્જા આપે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

ડ્રાયફ્રુટ હલવાની સામગ્રી

ઘી, દૂધ, કાજુ, કિસમિસ, બદામ, અખરોટ, પિસ્તા, ખાંડ, એલાઇચી.

ડ્રાયફ્રુટ્સ શેકો

પહેલા એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ડ્રાયફ્રુટ્સને 10-15 મિનિટ ધીમા તાપે શેકો.

ડ્રાયફ્રુટ્સ ક્રશ કરો

હવે બધા ડ્રાયફ્રુટ્સને મિક્સરમાં અધકચરા પીસી લો.

દૂધ અને ખાંડ ઉમેરો

શેકાઈ જાય પછી તેમાં ગરમ દૂધ, ખાંડ અને ઈલાયચી પાવડર ઉમેરો.

ધીમા તાપે પકાવો

સતત હલાવતા રહીને ધીમા તાપે 20-25 મિનિટ સુધી પકાવો, જ્યાં સુધી દૂધ બળી ન જાય અને ઘી છૂટું ન પડવા લાગે.

સવૅ કરો

ગરમાગરમ અથવા ઠંડુ કરીને પીરસો; તેને ફ્રિજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

ફ્લાવર કોબી ના પરાઠા બનાવવાની સરળ રેસીપી