Yoga for Shoulder Pain: ખભાના દુખાવાને દૂર કરવા કરો આ યોગાસન


By Sanket M Parekh22, Jan 2025 04:36 PMgujaratijagran.com

સામાન્ય સમસ્યા

આજ બેઠાડું જીવન અને નાસભાગ ભરી જિંદગીમાં લોકોને અનેક પ્રકારની શારીરિક સમસ્યા થવા લાગે છે. જે પૈકી ખભામાં દુખાવો પણ એક છે. ખભામાં દુખાવાને દૂર કરવા માટે 3 શ્રેષ્ઠ યોગાસન છે, જેનો અભ્યાસ કરીને તમે આ દુખાવામાંથી મુક્તિ મેળવી શકો છો.

બાલાસન

બાલાસન એક રેસ્ટિંગ પોઝ છે. જેનાથી શરીરના ઉપરના ભાગમાં ખેંચાણ થાય છે. બાલાસનના રોજિંદા અભ્યાસથી ખભાને મજબૂતી મળે છે. જેને તમે સવારના પહોરમાં પથારીમાં બેસીને પણ કરી શકો છો.

કેવી રીતે કરશો બાલાસન

ઘુંટણના જોરે પદ્માસનની સ્થિતિમાં બેસી જાવ. હવે તમારી કરોડરજ્જુને સીધી રાખીને બન્ને હાથોને આકાશની દિશામાં ઉપર કરો. હવે ધીમે-ધીમે હાથને ઉપરથી નીચે જમીન તરફ લાવો. તમારા બન્ને હાથ જમીનને સ્પર્શ થવા જોઈએ. તમારું માથું પણ જમીનને ટચ થવું જોઈએ. થોડીવાર સુધી આજ સ્થિતિમાં બેસી રહો અને પછી ધીમે-ધીમે સામાન્ય સ્થિતિમાં આવી જાવ.

ગરુડાસન

ગરુડાસનનો દરરોજ અભ્યાસ કરવાથી શરીર અને મન બેલેન્સ રહે છે. આ સાથે જ ગળા તેમજ ખભાના દુખાવામાંથી મુક્તિ મળે છે.

કેવી રીતે કરશો ગરુડાસન

સૌ પ્રથમ ટટ્ટાર ઉભા રહી જાવ. હવે ડાબા પગને જમણા પગની ચોતરફ વીંટાળવાનો પ્રયાસ કરો. હવે ડાબા હાથને જમણા હાથની ચોતરફ લપેટો. બેલેન્સ જાળવીને હિપ્સને ધીમે-ધીમે નીચેની તરફ લાવો. 15-30 સેકન્ડ સુધી આજ સ્થિતિમાં રહો અને પછી ધીમે-ધીમે સામાન્ય સ્થિતિમાં આવો. હવે બીજા હાથ અને પગનો ઉપયોગ કરીને આ પોઝ ફરીથી કરો.

વૉરિયર પોઝ

આ પોઝ મુખ્યત્વે બ્રેસ્ટ અને ખભા પર ફોક્સ કરે છે. દરરોજ આ પોઝનો અભ્યાસ કરવાથી ગળા અને ખભાના દુખાવામાંથી મુક્તિ મળે છે. આ સાથે જ મનની એકાગ્રતા વધે છે અને મન શાંત રહે છે.

કેવી રીતે કરશો વૉરિયર પોઝ

એક પગને પાછળની તરફ લઈ જઈને સીધા ઉભા રહી જાવ. હવે બીજા પગને તીરના આકારમાં આગળની તરફ લઈ જાવ. હવે ઢીંચણને સામાન્ય વાળીને સામેના પગને નમાવો. હવે બન્ને હાથને ઉપરની તરફ ઉઠાવીને પાંખની જેમ ફેલાવો. આ પોઝમાં થોડી સેકન્ડ સુધી રહ્યા બાદ સામાન્ય સ્થિતિમાં આવો અને પછી ફરીથી અભ્યાસ કરો.

Raw Garlic Benefits: દરરોજ લસણની કાચી કળી ખાવાથી શું થાય?