લસણમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી સેપ્ટિક જેવા ગુણ હોય છે. જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. દરરોજ લસણની કાચી કળી ખાવાથી સિઝનલ બીમારીઓનો ખતરો ટળી જાય છે.
લસણની કાચી કળી દરરોજ ખાવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ સાથે જ હાઈબ્લડ પ્રેશરની સમસ્યા પણ કંટ્રોલમાં રહે છે. જેના પરિણામે હાર્ટ હેલ્ધી રહે છે. હાર્ટમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થવાથી હ્દય રોગનો ખતરો પણ ટળે છે.
દરરોજ સવારે ખાલી પેટ લસણની બે કળી ખાવાથી પાચન તંત્ર મજબૂત બને છે. હકીકતમાં લસણમાં પ્રોબાયોટિક ગુણ હોય છે, જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને વધારે છે.
ખાલી પેટ લસણની કળી ખાવાથી શરીરમાં રહેલી ગંદકી બહાર નીકળી જાય છે. જેનાથી બૉડી ડિટોક્સ થાય છે, જે અનેક પ્રકારની ગંભીર બીમારીઓથી આપણને બચાવે છે.
લસણની બે કાચી કળી દરરોજ ખાવાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીશના દર્દીઓ માટે લસણની કળી ખૂબ જ ફાયદેમંદ મનાય છે.
લસણમાં રહેલા ઔષધીય ગુણધર્મો શરીરમાંથી સોજાની સમસ્યામાં રાહત પુરી પાડે છે. દરરોજ કાચુ લસણ ખાવાથી સંધિવાની સમસ્યમાં ફાયદો થાય છે. જે લોકો સંધિવાની સમસ્યાથી પીડિત હોય, તેમણે તો લસણ અચૂક ખાવું જોઈએ.
લસણની 2 કળીના છોતરા નીકાળીને તેને હુંફાળા પાણી સાથે ચાવીને ખાઈ જવા જોઈએ. જેનાથી તેમાં રહેલા તત્વો શરીરમાં જતા જ અસર કરવા લાગે છે.