ઘી અને હળદર બંનેમાં ઘણા પોષક તત્વો અને ઔષધીય ગુણો રહેલા છે. અત્યાર સુધી તમે તેનું અલગ-અલગ સેવન કર્યું હશે. જાણી લો ઘી અને હળદરને એકસાથે ખાવાના ફાયદા.
ઘી અને હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ, કેલરી, સેચ્યુરેટેડ ફેટ, કેલ્શિયમ, વિટામીન, પ્રોટીન જેવા ગુણો છે.
શરીરના વધેલા વજનને ઘટાડવા માટે તમે ઘી અને હળદરનું એકસાથે સેવન કરી શકો છો. આ મિશ્રણ ચરબી-બર્નિંગ બ્યુટીરિક એસિડથી સમૃદ્ધ છે.
પેટ બરાબર સાફ ન થવાને કારણે તમારે કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે ઘી અને હળદરનું એકસાથે સેવન કરવાથી સખત મળને નરમ કરવામાં મદદ મળે છે.
દરરોજ અડધી ચમચી ઘી સાથે એક ચપટી હળદર ખાવાથી મેટાબોલિઝમની ક્રિયામાં વધારો થાય છે.
ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે એક ચપટી હળદર ઘી સાથે ખાઓ. આ મિશ્રણ એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે, જે ત્વચાને ચેપથી બચાવે છે.
ઘી અને હળદર ખાવાથી હાડકાંની તંદુરસ્તી સુધરે છે.
જો તમને અન્ય કોઈ બીમારી હોય તો તેનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લઈ શકો છો.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.