Dry Ginger Water: સૂતા પહેલા સૂંઠનું પાણી પીવાના જાદુઈ ફાયદા


By Sanket M Parekh09, Nov 2024 03:51 PMgujaratijagran.com

કબજિયાતમાં આરામ

સૂતા પહેલા સૂંઠનું પાણી પીવાથી પેટ સાથે સંકળાયેલી તમામ સમસ્યામાંથી છૂટકારો મળે છે. સૂંઠનું પાણી પીવાથી સરળતાથી મળ ત્યાગ થવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

ગ્લોઈંગ સ્કિન

દરરોજ સૂતા પહેલા સૂંઠનું પાણી પીવાથી લોહી શુદ્ધ થાય છે. આ ડ્રિન્ક વિષયુક્ત પદાર્થને બહાર કરીને સ્કિનને સ્વસ્થ રાખે છે. જેના કારણે સ્કિનમાં નેચરલી ગ્લો આવે છે.

શરદી-ઉધરસમાં આરામ

બદલાતી ઋતુમાં દરરોજ સૂતા સમયે સૂંઠનું પાણી અચૂક પીવું જોઈએ. આ ડ્રિન્કસના એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ શરદી-ઉધરસમાં આરામ આપે છે. આ ઉપરાંત છાતીમાં જમા કફને પણ સાફ કરે છે.

વેટ લૉસમાં મદદ

તમે વજન ઉતારવા માટે પણ સૂંઠનું પાણ પી શકો છો. આ હેલ્ધી ડ્રિન્ક્સ શરીરમાં જમા એક્સ્ટ્રા ફેટ ઘટાડે છે. જેમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ વેટ લૉસ કરવામાં મદદ કરે છે.

ઈમ્યુનિટી બુસ્ટ

સૂતા પહેલા સૂંઠનું પાણી પીવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે. આ ડ્રિન્ક્સ એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપુર હોય છે, જે સિઝનલ બીમારીઓથી પણ તમને બચાવશે.

સાવધાની

જો કે એક વાતનું અચૂક ધ્યાન રાખવું જોઈએ કે, સૂંઠની તાસીર ગરમ હોય છે. આથી તેનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરવું જોઈએ. વધારે પડતી સૂંઠનું સેવન કરવાથી સમસ્યા થઈ શકે છે.

Belly Fat: પેટ ફુગ્ગાની માફક કેમ ફૂલી જાય છે? એક્સપર્ટ પાસેથી જાણો જવાબ