વ્યક્તિએ સમજવું જરૂરી છે કે, સારી ત્વચા મેળવવા માટે કેવા પ્રકારના પોષણની જરૂર છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે, ત્વચાને વિટામિન Eની જરૂર કેમ છે.
સૂતા પહેલા વિટામિન E લગાવવાથી ત્વચાને ઊંડું પોષણ મળે છે, જેના કારણે તે નરમ અને તેજસ્વી બને છે.
વિટામિન E મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો ધરાવે છે, જે ત્વચાની શુષ્કતા દૂર કરીને તેને ભેજયુક્ત બનાવે છે.
નિયમિત ઉપયોગથી ત્વચા પરના ડાઘ, પિમ્પલનાં નિશાન અને કલર પેચિસ ધીમે ધીમે લાઇટ થાય છે.
વિટામિન Eના બળતરા વિરોધી ગુણધર્મો ખીલ અને લાલાશ ઘટાડવામાં મદદ કરે છે.
વિટામિન E ત્વચાને ટાઈટ બનાવે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
વિટામિન E કેપ્સ્યુલમાંથી તેલ કાઢીને ચહેરા પર હળવું મસાજ કરો અને તેને આખી રાત માટે રહેવા દો.
લાઈફસ્ટાઈલ સંબંધિત સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.