માટલામાં ફ્રિજ જેવું ઠંડુ પાણી મેળવવાની 8 રીત


By Dimpal Goyal24, Mar 2026 08:24 AMgujaratijagran.com

ભીનું કપડું

માટલાની ફરતે ભીનું સૂતરાઉ કપડું વીંટાળી રાખો અને તેને વારંવાર ભીનું કરતા રહો.

રેતીનો ઉપયોગ

એક કુંડામાં ભીની રેતી ભરી તેની ઉપર માટલું મૂકો, જેનાથી લાંબો સમય ઠંડક રહેશે.

હવા ઉજાસ

માટલાને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં પવનની અવરજવર હોય, તડકામાં ન રાખવું.

રાત્રે પાણી ભરો

રાત્રે માટલું ભરી દેવાથી સવાર સુધીમાં કુદરતી રીતે પાણી એકદમ ઠંડુ થઈ જશે.

છિદ્રો સાફ કરો

જો માટલું જૂનું હોય તો તેની બહારની સપાટીને રેતીથી ઘસીને સાફ કરો જેથી બંધ છિદ્રો ખુલી જાય.

પાણીનો છંટકાવ

દિવસ દરમિયાન માટલાની બહારની દીવાલ પર ઠંડા પાણીનો છંટકાવ કરતા રહો.

નવા માટલાની ટિપ

નવું માટલું લાવ્યા પછી તેને 24 કલાક પાણી ભરીને રાખી મૂક્યા બાદ જ વાપરવું.

મીઠાથી સફાઈ

માટલાને અંદરથી સાફ કરવા માટે સાબુને બદલે મીઠાના પાણીનો ઉપયોગ કરો.

વાંચતા રહો

અવનવી સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દિવસમાં કેટલી ચા પીવી યોગ્ય છે?