દુનિયાની 5 એવી રહસ્યમય જગ્યા, જ્યાં માણસોને જવાની છે મનાઈ


By Dimpal Goyal27, Oct 2025 12:19 PMgujaratijagran.com

રહસ્યમય જગ્યાઓ

દુનિયામાં કેટલીક જગ્યા એવી છે, જ્યાં માણસોને પગ મુકવાની પણ પરમિશન નથી. સુરક્ષા, ગુપ્તતા અને કુદરતી સંરક્ષણના કારણોસર આ સ્થળો આજેય રહસ્યમય છે.

એરિયા 51, અમેરિકા

નેવાડાના રણમાં આવેલું એરિયા 51 અમેરિકાનું ગુપ્ત વાયુસેનાનું કેન્દ્ર છે. અહીં UFO અને એલિયન પર થયેલા પ્રયોગો અંગે અનેક દાવાઓ છે. આ જગ્યાએ સામાન્ય લોકોને પ્રવેશવાની મનાઈ છે.

નોર્થ સેંટિનલ દ્વિપ, ભારત

અંડમાન નિકોબાર ટાપુઓમાં આવેલા આ દ્વીપ સેંટિનલ જનજાતિનું ઘર છે. આ જનજાતિ બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક રાખતી નથી, અહીં પ્રવેશ કરવાનો પ્રયત્ન જીવલેણ સાબિત થઈ શકે છે, તેથી કાયદાકીય રીતે પણ પ્રતિબંધિત છે.

સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ, નોર્વે

આર્કટિક ક્ષેત્રમાં બનેલું આ ગ્લોબલ સીડ વોલ્ટ દુનિયાના બીજોને સુરક્ષિત રાખવા માટે છે. અહીં માત્ર વૈજ્ઞાનિકો અને અધિકૃત સ્ટાફને જ પ્રવેશની મંજૂરી છે.

સ્નેક આઈલેન્ડ, બ્રાઝિલ

ઈલ્હા દા ક્યૂઈસમાડા ગ્રાંડે તરીકે ઓળખાતું આ ટાપુ ગોલ્ડન લાંસહેડ વાઇપર નામના ઝેરી સાપોથી ભરેલું છે. સાપોના ખતરાના કારણે બ્રાઝિલ સરકારે અહીં પ્રવેશ પર કડક પ્રતિબંધ મૂક્યો છે.

ચેરનોબિલ પ્રતિબંધિત વિસ્તાર, યૂક્રેન

1986ની પરમાણુ દુર્ઘટના બાદ ચેરનોબિલ વિસ્તાર ભારે રેડિએશનથી પ્રભાવિત રહ્યો છે. કેટલાક નિયંત્રિત પ્રવાસોને બાદ કરતાં અહીં રહેવા અથવા ભ્રમણ કરવા મનાઈ છે.

કેમ પ્રતિબંધ છે

આ જગ્યાઓ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ, સાંસ્કૃતિક સંવેદનશીલતા અથવા ગુપ્ત સૈન્ય કાર્યોના કારણે માણસો માટે પ્રતિબંધિત છે.

ભારતનો નોર્થ સેંટિનલ દ્વિપ

ભારતનો આ દ્વિપ સેંટિનલ જનજાતિની રક્ષા અને તેમની અલગ સંસ્કૃતિને બચાવવા માટે સંરક્ષિત છે. તેઓને બાહરી સંપર્કથી બીમારીઓનો ખતરો છે.

વૈશ્વિક રહસ્ય

આ જગ્યાઓના રહસ્યો, જેમ કે એરિયા 51 ના UFO દાવાઓ અથવે ચેરનોબિલનો ભૂતિયા માહોલ દુનિયાભરમાં લોકોની જિજ્ઞાસા વધારે છે.

વાંચતા રહો

અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં ઘરે બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી ગુંદરના લાડુ