Junagadh young man commits suicide: જૂનાગઢ શહેરમાંથી એક અજુગતી ઘટના સામે આવી છે. મોતીબાગ વિસ્તારમાં આવેલી 'ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન' ઓફિસમાં ગતરોજ એક યુવકે અગ્નિસ્નાન કર્યું હતું. એકતરફી પ્રેમમાં યુવકે ખુદ પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં સ્થળ પર જ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
યુવકે કર્યું અગ્નિસ્નાન, સ્થળ પર જ મોત
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગતરોજ મૃતક જાવિદ ગુલામઅલી કાદરી નામનો યુવક મોતીબાગ નજીક આવેલી 'ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન' ઓફિસમાં અચાનક પ્રવેશ્યો હતો. જે બાદ બાદ તેણે પોતાના શરીરે પેટ્રોલ છાંટીને ખુદને આગ લગાવી દીધી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આગને કારણે યુવક ગંભીર રીતે દાઝી ગયો અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.
ઓફિસમાં સળગેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
આ ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતો. પોલીસને ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન ઓફિસમાં યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ યુવકના પરિવારને આ સમાચાર મળ્યા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકના પિતાના કરુણ આક્રંદથી વાતાવરણમાં ખામોશી છવાઈ ગઈ હતી.

પોલીસ તપાસ અને કાર્યવાહી
પોલીસ ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યો છે. બીજી તરફ આપઘાત પાછળનું ચોક્કસ કારણ શું છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ઓફિસના CCTV ફૂટેજ અને મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે વધુ માહિતી સામે આવી શકે છે. જોકે, જુવાનજોધ પુત્રના મોતથી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો: Junagadh: વંથલીમાં યુવાનની થઈ ઘાતકી હત્યા, ખેલાયો લોહિયાળ ખેલ, ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ
આપઘાતના થોડા કલાક પહેલા મૂક્યા હતા બે સ્ટેટ્સ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવાને આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે સ્ટેટ્સ પોસ્ટ કર્યા હતા. આ બંને સ્ટેટસમાં દુઃખદ ગીત હતા, જેના પરથી સ્પષ્ટ થાય છે કે યુવક માનસિક રીતે કોઈ મૂંઝવણ કે પીડામાં હતો. આ સ્ટેટ્સ પરથી યુવક કોઈ વ્યક્તિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.
