Loading...

Junagadh: વંથલીમાં યુવાનની થઈ ઘાતકી હત્યા, પ્રેમ પ્રકરણમાં ખેલાયો લોહિયાળ ખેલ, ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ 

પ્રેમ સંબંધમાં થયેલા મનદુઃખના કારણે ચાર શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં યુવકનું મોત થતા ચકચાર મચી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 03 Feb 2026 12:14 PM (IST)Updated: Tue 03 Feb 2026 12:14 PM (IST)
junagadh-young-man-brutally-murdered-in-vanthali-fir-against-four-people-684961
HIGHLIGHTS
  • ચાર શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો
  • આ બનાવમાં યુવકનું મોત થતાં ચકચાર મચી ગઈ
  • પ્રેમ સંબંધમાં થયેલા મનદુઃખના કારણે કર્યો હુમલો

Vanthali young man Murder: જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં થયેલા મનદુઃખના કારણે ચાર શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

એકલા યુવક પર ચાર શખ્સોએ કર્યો હુમલો

મળતી માહિતી મુજબ, વંથલીમાં રહેતા તાજીમ સોઢા નામના યુવકને પ્રેમ સંબંધ બાબતે આરોપીઓ સાથે અણબનાવ ચાલતો હતો. આ મનદુઃખ રાખીને ચાર શખ્સોએ એક થઈ તાજીમ સોઢા પર હુમલો કર્યો હતો. હુમલાખોરો લોખંડના સળિયા, લાકડાના ધોકા અને તીક્ષ્ણ છરી જેવા હથિયારો વડે તાજીમ પર તૂટી પડ્યા હતા.

બચાવવા ગયેલો મિત્ર થયો ઈજાગ્રસ્ત, યુવકનું મોત થયું

આ હુમલા વખતે તાજીમની સાથે રહેલો તેનો મિત્ર પણ વચ્ચે પડતા તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ બંનેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાજીમ સોઢાની સ્થિતિ અત્યંત નાજુક હતી. બાદમાં ફરજ પરના તબીબોએ તામજીને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેનો મિત્ર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો

આ ઘટનાની જાણ થતાં જ વંથલી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું અને યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે વંથલી પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.