Gold Import Policy:સોના-ચાંદીની આયાત અંગે સરકારનો મોટો નિર્ણય, ઈમ્પોર્ટને 'Restricted' કેટેગરીમાં મુકાતા હવે ગોલ્ડ-સીલ્વર મોંઘા થઈ શકે છે

ખાસ વાત એ છે કે આ નિયમ તાત્કાલિક રીતે અમલી બની ગયા છે. આ સાથે જૂના કોન્ટ્રેક્ટ (Contracts) ને લઈ કોઈ જ રાહત મળી નથી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 03 Apr 2026 03:48 PM (IST)Updated: Fri, 03 Apr 2026 03:49 PM (IST)
government-tightens-gold-silver-and-platinum-imports-moves-key-items-to-restricted-category-with-immediate-effect

Gold Import Policy:સરકારે સોના અને ચાંદી જેવા ઉત્પાદનો અંગે મહત્વનો નિર્ણય લીધો છે. નવી પોલિસી અંતર્ગત આ કેટેગરીને 'પ્રતિબંધિત' કરવામાં આવી છે, ખાસ વાત એ છે કે આ નિયમ તાત્કાલિક રીતે અમલી બની ગયા છે. આ સાથે જૂના કોન્ટ્રેક્ટ (Contracts) ને લઈ કોઈ જ રાહત મળી નથી.

સરકારે કિંમતી ધાતુ અને તેની સાથે સંકળાયેલ ઉત્પાદકનોની આયાતને લગતા નિયમોમાં મોટાફેરફાર કર્યાં છે. નવી પોલિસી અંતર્ગત ગોલ્ડ, પ્લેટિનમ અને તેની સાથે સંકળાયેલ અનેક આઈટમ્સને નિયંત્રિત કેટેગરીમાં નાંખી દીધા છે. હવે તેનો અર્થ સ્પષ્ટ છે કે આ ઉત્પાદનોની આયાત કરવા માટે વિશેષ મંજૂરીની જરૂર પડી શકે છે.

બીજા શબ્દોમાં કહીએ તો સરકારે ગોલ્ડ, પ્લેટિનમ અને તેની સાથે સંકળાયેલ અનેક પ્રોડક્ટ્સની આયાતને લગતા નિયમોમાં ધરખમ ફેરફાર કર્યાં છે.

હવે તેને લગતી નવી કેટેગરીને 'Restricted' કરી દેવામાં આવી છે. એટલે કે હવે તેની સીધી આયાત કરી શકાશે નહીં. તેના માટે સરકારની મંજૂરીની જરૂર પડશે.

કઈ-કઈ વસ્તુઓની માટે આ નિર્ણય કરવામાં આવ્યો

  • ગોલ્ડ આર્ટીકલ્સ
  • પ્લેટિનમ આર્ટિકલ્સ
  • કિંમતી ધાતુ સંબંધિત ભાગો
  • ગોલ્ડ ક્લેડ આઈટમ્સ
  • લેબ અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ
  • પ્લેટિનમ કેટેલિસ્ટ
  • સ્પેશિયલ ઈન્ડસ્ટ્રીયલ આઈટમ્સ

Restricted કેટેગરીનો અર્થ શું થાય છે

Restricted કેટેગરીનો અર્થ છે કે તેમા સ્થાન ધરાવતા સામાનની આયાત કરવા માટે સરકાર પાસેથી અગાઉથી મંજૂરી મેળવવી પડશે. હવે પ્રશ્ન એ છે કે શું આયાત સંપૂર્ણપણે બંધ થઈ જશે. તો તેનો જવાબ છે ના. અલબત હવે દરેક આયાત માટે નિયમ કડક કરી દેવામાં આવ્યા છે અને મંજૂરીની વિશેષ જરૂર પડશે.

શુ સોનું ખૂબ જ મોંઘુ થઈ જશે

અત્યારે તો બહુ મોટો ઉછાળો આવે તે જરૂરી નથી. પણ જ્વેલરી સેગમેન્ટમાં પ્રીમિયમ વધી શકે છે. સ્થાનિક માર્કેટમાં દરો ધીમે ધીમે વધી શકે છે. અગાઉ પણ જોવા મળ્યું હતું કેસપ્લઈ ટાઈટ હોવાથી કિંમતોમાં તેજી આવી હતી.

શું આ પગલાથી સોનાની માંગ ઘટશે

ઈતિહાસમાં જોવા મળ્યું છે કે ભારતમાં સોનાની માંગ એટલી સરળતાથી ઘટતી નથી. કિંમતો ઘટે છે તો ખરીદી વધી જાય છે. એટલે કે કિંમત વધશે. જોકે માંગ સંપૂર્ણપણે ખતમ થઇ જશે નહીં.

સામાન્ય પ્રજા પર તેની કેવી અસર થશે

ગોલ્ડ જ્વેલરી મોંઘી થઈ શકે છે. રોકાણ તરીકે સોનાની કિંમતમાં તેજી આવી શકે છે.