Ahmedabad: સિંધુભવન રોડ પર 'સિટી સ્કવેર' બનશે શહેરની નવી ઓળખ: 522 કરોડના ખર્ચે બનાવવાની તૈયારી

અમદાવાદ શહેરમાં સિંધુભવન રોડ પર શહેરની ઓળખ સમાન 'સિટી સ્કવેર' નિર્માણ કરવાની તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 01 Apr 2026 10:19 AM (IST)Updated: Wed, 01 Apr 2026 10:19 AM (IST)
ahmedabad-news-city-square-sindhu-bhavan-road-522-crore-project
HIGHLIGHTS
  • સિંધુભવન રોડ પર 522 કરોડના ખર્ચે સિટી સ્ક્વેર બનશે
  • 40 મીટર ઉંચાઈ પર 2 માળની ભવ્ય રેસ્ટોરેન્ટનું આયોજન
  • ટાવરની ઉપર 175 મીટરની ઉંચાઈએ સ્કાય વોક બનાવાશે

Ahmedabad News: અમદાવાદ શહેરમાં સિંધુભવન રોડ પર શહેરની ઓળખ સમાન 'સિટી સ્કવેર' નિર્માણ કરવાની તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે. અંદાજિત રુ.522.22 કરોડના ખર્ચે તૈયાર થનારા પ્રોજેક્ટ માટે ટેન્ડર મંગાવાયા છે.

મનપાએ 3 વર્ષ પહેલા જાહેરાત કરી

મનપાએ સિટી સ્કવેર બનાવવાની જાહેરાત 3 વર્ષ અગાઉ કરી હતી. સિટી સ્કવેર 175 મીટરની ઉંચાઈ ધરાવશે, સિટી સ્કવેર આશરે 50 માળની બિલ્ડીંગ જેટલું ઉંચું હશે. જો આ પ્રોજેક્ટ પૂરો થયા પછી શહેરની ઊંચી ઈમારતોમાં જગ્યા મેળવશે.

2 માળની રેસ્ટોરન્ટ બનાવવાની તૈયારી

મનપા દ્વારા અર્બન પ્લાઝા તરીકે વિકસિત કરવામાં આવશે. તેમજ ટાવરમાં 40 મીટરની ઊંચાઈ ઉપર 2 માળની ભવ્ય રેસ્ટોરન્ટ પણ બનાવવાની યોજના છે. જેમાં 900 લોકોની ક્ષમતા હશે.તેમજ ટેરેસ કેફેમાં પણ 200 લોકો એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરાશે.

3 માળનું બેઝમેન્ટ પાર્કિંગ તૈયાર કરાશે.

ટાવરની ઉપર 175 મીટરની ઉઁચાઈ પર સ્કાય વોક બનાવવાની યોજના છે. તેમજ જ્યાં કાચ પર ચાલવાનો રોમાંચક અનુભવ લોકોને મળશે. સિટી સ્કવેરના ગ્રાઉન્ડ ફ્લોર પર વોટર ફાઉન્ટેન, ફૂડ કિઓસ્ક અને ફૂડ કોર્ટમાં બેસવાની ઉત્તમ વ્યવસ્થા હશે. તેમજ 3 માળનું બેઝમેન્ટ પાર્કિંગ તૈયાર કરાશે.

સિટી સ્કવેરમાં શું હશે ખાસ:

  • 175 મીટર (50 માળ+) ની ઊંચાઈ પર વ્યૂ ગેલેરી અને કાચનો સ્કાય વોક
  • 3 બેઝમેન્ટ પાર્કિંગમાં 410 કાર અને 1465 ટુવ્હીલરની વ્યવસ્થા.
  • 40 મીટરની ઊંચાઈ પર 900 વ્યક્તિઓની ક્ષમતાવાળી આધુનિક રેસ્ટોરાં
  • ગ્રાઉન્ડ ફ્લોર પર ફૂડ કિઓસ્ક, સુંદર ગાર્ડન અને આકર્ષક વોટર ફાઉન્ટેન
  • 450 લોકોની ક્ષમતા ધરાવતું આધુનિક એમ્પીથિયેટરની સુવિધા