Loading...

WPL 2026: આજથી મહિલા પ્રીમિયર લીગનો પ્રારંભ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ

WPL 2026ની પાંચમી સીઝનનો 9 જાન્યુઆરીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 09 Jan 2026 08:52 AM (IST)Updated: Fri 09 Jan 2026 08:53 AM (IST)
wpl-2026-opening-match-mumbai-indians-women-vs-royal-challengers-bengaluru-women-670662

Womens Premier League 2026: મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026ની પાંચમી સીઝનનો આજથી એટલે કે 9 જાન્યુઆરીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. મુંબઈની પોતાની ચોથી ટાઈટલ જીત પર નજર છે, જ્યારે સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની આરસીબી પોતાનું બીજું ટાઈટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

WPL 2026: મેચ ક્યાં રમાશે

આજની પ્રથમ મેચ નવી મુંબઈના ડો. ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે ભારતીય સમય અનુસાર સાંજે 07:30 કલાકે શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રારંભિક મેચો નવી મુંબઈમાં રમાશે, ત્યારબાદ 19 જાન્યુઆરીથી તમામ મેચો વડોદરાના બીસીએ (BCA) સ્ટેડિયમમાં રમાશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 5 ફેબ્રુઆરીએ રમાશે.

WPL 2026: લાઈવ મેચ ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે

WPL 2026ની તમામ મેચોનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર જોઈ શકશે. જે દર્શકો ઓનલાઈન મેચ જોવા માંગતા હોય તેમના માટે JioHotstar એપ પર લાઈવ સ્ટ્રીમિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે.

WPL 2026: ટીમોમાં મહત્વના ફેરફાર

ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા કેટલાક મહત્વના ફેરફાર પણ જોવા મળ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સ્ટાર ખેલાડી એલિસે પેરી વ્યક્તિગત કારણોસર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, તેની જગ્યાએ સયાલી સતઘરેને ટીમમાં સામેલ કરવામાં આવી છે. તેવી જ રીતે દિલ્હી કેપિટલ્સમાં એનાબેલ સધરલેન્ડના સ્થાને અલાના કિંગ અને યુપી વોરિયર્સમાં તારા નોરિસની જગ્યાએ ચાર્લી નોટને સ્થાન મળ્યું છે.

WPL 2026: દિલ્હી ત્રણ વખત ફાઇનલમાં પહોંચ્યું

દિલ્હી કેપિટલ્સ સૌથી વધુ વખત મહિલા પ્રીમિયર લીગની ફાઇનલમાં પહોંચી છે, પરંતુ દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે 2023 અને 2025માં ટાઇટલ જીત્યું હતું, જ્યારે RCB 2024માં પહેલીવાર ચેમ્પિયન બન્યું હતું. યુપી વોરિયર્સ 2023માં એલિમિનેટર અને ગુજરાત જાયન્ટ્સ 2025માં એલિમિનેટર સુધી પહોંચી હતી.