Virat Kohli Mahakal Darshan: ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ મશહૂર ક્રિકેટર વિરાટ કોહલી અને કુલદીપ યાદવ ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં ભસ્મ આરતીમાં સામેલ થયા હતા. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વન-ડે સિરીઝનો છેલ્લો મુકાબલો રવિવારે ઈન્દોરમાં રમાવાનો છે, હાલમાં બંને ટીમો સિરીઝમાં 1-1ની બરાબરી પર છે.
ભસ્મ આરતીમાં સામેલ થયા વિરાટ કોહલી
શનિવારે સવારે વિરાટ કોહલી અને કુલદીપ યાદવ વિશ્વ વિખ્યાત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શને પહોંચ્યા હતા. વિરાટ અને કુલદીપે લગભગ 2 કલાક સુધી ભસ્મ આરતીમાં બેસીને બાબા મહાકાલના દર્શન કર્યા હતા અને વિધિવત પૂજન કરીને ભગવાન શિવની આરાધના કરી હતી. દર્શન દરમિયાન કોહલી મંદિરના મુખ્ય પ્રાંગણમાં નંદીની મૂર્તિ પાસે બેઠેલા જોવા મળ્યા હતા. બંને ખેલાડીઓ ભક્તિમાં ડૂબેલા દેખાયા હતા. મંદિરના પુજારીઓએ ખેલાડીઓને વિજયના આશીર્વાદ આપ્યા હતા.
#WATCH | Madhya Pradesh | Former Indian Captain and Star Cricketer Virat Kohli, along with Kuldeep Yadav, offered prayers at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/GirLTB7j6I
— ANI (@ANI) January 16, 2026
મહાકાલ મંદિરમાં પૂજા કર્યા બાદ કુલદીપ યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે દર્શનનો અનુભવ ખૂબ જ સારો રહ્યો અને તેમને માનસિક શાંતિ મળી. તેમણે કહ્યું કે જો મહાકાલની કૃપા રહી તો આવનારા T20 વર્લ્ડ કપમાં પણ ટીમ સારું પ્રદર્શન કરશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે વાત કરતા કુલદીપે કહ્યું કે બંને રમતના દિગ્ગજ છે અને તેમના હોવાથી ખૂબ એનર્જી અને શાંતિ મળે છે.
આ પણ વાંચો
#WATCH | उज्जैन, मध्य प्रदेश: भारतीय क्रिकेटर कुलदीप यादव ने कहा, "बहुत अच्छा अनुभव था... 9 साल हो गए जब मैंने यहां पहली बार दर्शन किए थे। बहुत खुशी मिलती है और आनंद आता है...भगवान की कृपा से सब कुछ अच्छा है और उनकी कृपा रही तो हम वर्ल्ड कप में अच्छा करेंगे..." https://t.co/Dk7Rx5ZGx4 pic.twitter.com/aSvmMOtnMz
— ANI_HindiNews (@AHindinews) January 17, 2026
#WATCH | मध्य प्रदेश | पूर्व भारतीय कप्तान और स्टार क्रिकेटर विराट कोहली ने उज्जैन में श्री महाकालेश्वर मंदिर में पूजा-अर्चना की। pic.twitter.com/yCUu9QSHDk
— ANI_HindiNews (@AHindinews) January 17, 2026
મંદિરમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા
બંને ક્રિકેટરોએ મંદિર સંકુલમાં લગભગ બે કલાક વિતાવ્યા. નંદી હોલમાં બેસીને તેઓએ ભસ્મ આરતીનો આનંદ માણ્યો અને શિવના નામનો જાપ કર્યો. આ સમય દરમિયાન મંદિરમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરમાંથી બહાર નીકળતા જ વિરાટ સાથે ફોટા પાડવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ. ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ પણ બંને ખેલાડીઓ સાથે જોવા મળ્યા હતા.
