IND vs NZ Pitch Report 3rd ODI: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની વન-ડે સિરીઝનો ત્રીજો અને અંતિમ મુકાબલો આજે એટલે કે રવિવાર 18 જાન્યુઆરી, 2026 ના રોજ રમાવા જઈ રહ્યો છે. હાલમાં આ સિરીઝ 1-1 ની બરાબરી પર છે, તેથી આજની મેચ જીતનારી ટીમ સિરીઝ પર કબ્જો જમાવશે. ભારતે પ્રથમ મેચ 4 વિકેટે જીતી હતી, પરંતુ બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડે જોરદાર વાપસી કરીને ડેરીલ મિશેલની સદીની મદદથી ભારતને 7 વિકેટે હરાવ્યું હતું.
હોલકર સ્ટેડિયમ: હાઈ-સ્કોરિંગ મુકાબલો
ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમની પીચને બેટ્સમેનો માટે સ્વર્ગ માનવામાં આવે છે. અહીંની બાઉન્ડ્રી નાની છે અને પીચ પર એકસમાન ઉછાળ જોવા મળે છે, જે બેટ્સમેનોને મોટા શોટ રમવામાં મદદરૂપ થાય છે. ભૂતકાળમાં આજ મેદાન પર વીરેન્દ્ર સેહવાગે વેસ્ટ ઈન્ડિઝ સામે બેવડી સદી ફટકારી હતી. છેલ્લે 2023માં જ્યારે ભારતે અહીં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી હતી, ત્યારે શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી અને ભારતે બોર્ડ પર 399 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. આજે પણ દર્શકો એક હાઈ-સ્કોરિંગ મુકાબલાની અપેક્ષા રાખી શકે છે.
ટોસની ભૂમિકા અને મેચ વિનિંગ આંકડા
આંકડાઓ પર નજર કરીએ તો આ મેદાન પર પહેલા બેટિંગ કરવી વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાંથી 5 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરતા માત્ર 2 મેચમાં જીત મળી છે. અહીં પહેલા બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર 332 રન છે. આથી આજે પણ ટોસ જીતનાર કેપ્ટન પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાનો અજેય રેકોર્ડ
હોલકર સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. અત્યાર સુધી અહીં રમાયેલી તમામ 7 મેચોમાં ભારતે જીત મેળવી છે, એટલે કે જીતની ટકાવારી 100 ટકા છે. પ્રવાસી ટીમ હજુ સુધી આ મેદાન પર એક પણ મેચ જીતી શકી નથી. આ મેદાન પર હાઈએસ્ટ સ્કોર 418/5 અને લોએસ્ટ સ્કોર 217 નોંધાયો છે.
બંને ટીમોની સ્કવોડ
ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, આયુષ બદોની, યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ.
ન્યુઝીલેન્ડ ટીમ: માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ હે (વિકેટકીપર), ઝેકરી ફાઉલ્કસ, ક્રિશ્ચિયન ક્લાર્ક, કાઈલ જેમીસન, જેડન લેનોક્સ, નિક કેલી, આદિત્ય અશોક, જોશ ક્લાર્કશન અને માઈકલ
