T20 World Cup 2026 Schedule: ICC T20 વર્લ્ડ કપ 2026 માટેનું અપડેટેડ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર 8 માટે ક્વોલિફાય કરશે, ત્યારબાદ સુપર 8ના બે ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
શનિવાર, 24 જાન્યુઆરીના રોજ બાંગ્લાદેશ ટીમ ટૂર્નામેન્ટમાંથી ઔપચારિક રીતે બહાર થઈ ગઈ હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) સુરક્ષા ચિંતાઓને કારણે ભારતમાં મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા બાદ પણ શેડ્યૂલમાં ફેરફાર ન થતાં, બાંગ્લાદેશનું વલણ યથાવત રહ્યું. પરિણામે, બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.
સ્કોટલેન્ડ હવે ગ્રુપ Cમાં બાંગ્લાદેશનું સ્થાન લેશે. આ ગ્રુપમાં ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, નેપાળ અને ઇટાલીનો પણ સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટના અન્ય કોઈ ભાગમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. ગ્રુપ સ્ટેજ દરમિયાન દરરોજ ત્રણ મેચ યોજાશે, જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાન પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમશે. ભારત–પાકિસ્તાન મેચ પણ શ્રીલંકામાં યોજાવાની છે. જો પાકિસ્તાન સેમિફાઇનલ અથવા ફાઇનલમાં પહોંચે છે, તો આ મેચો પણ શ્રીલંકામાં યોજાશે; અન્યથા ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેનારી ટીમો
ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુએસએ, વેસ્ટ ઇન્ડીઝ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, કેનેડા, નેધરલેન્ડ્સ, ઇટાલી, ઝિમ્બાબ્વે, નામિબિયા, નેપાળ, ઓમાન અને યુએઈ.
T20 વર્લ્ડ કપ 2026 માં કઈ ટીમો કયા ગ્રુપમાં છે?
- ગ્રુપ A: ભારત, યુએસએ, પાકિસ્તાન, નામિબિયા, નેધરલેન્ડ્સ
- ગ્રુપ B: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે, ઓમાન
- ગ્રુપ C: ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, સ્કોટલેન્ડ, નેપાળ, ઇટાલી
- ગ્રુપ D: ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, કેનેડા, યુએઈ
T20 વર્લ્ડ કપ 2026 મેચ સ્થળો
ભારત: દિલ્હી, અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા
શ્રીલંકા: કોલંબો (પ્રેમાદાસા સ્ટેડિયમ અને સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ) તથા કેન્ડી
T20 વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ (T20 World Cup 2026 Schedule)
| તારીખ | મેચ | સ્થળ |
| શનિવાર, 7 ફેબ્રુઆરી | પાકિસ્તાન v નેધરલેન્ડ | SSC, કોલંબો |
| શનિવાર, 7 ફેબ્રુઆરી | વેસ્ટ ઇન્ડિઝ v સ્કોટલેન્ડ | કોલકાતા |
| શનિવાર, 7 ફેબ્રુઆરી | ભારત v USA | ચેન્નાઈ |
| રવિવાર, 8 ફેબ્રુઆરી | ન્યૂઝીલેન્ડ v અફઘાનિસ્તાન | ચેન્નાઈ |
| રવિવાર, 8 ફેબ્રુઆરી | ઇંગ્લેન્ડ v નેપાળ | મુંબઈ |
| રવિવાર, 8 ફેબ્રુઆરી | શ્રીલંકા v આયર્લેન્ડ | પ્રેમદાસા, કોલંબો |
| સોમવાર, 9 ફેબ્રુઆરી | સ્કોટલેન્ડ v ઇટાલી | કોલકાતા |
| સોમવાર, 9 ફેબ્રુઆરી | ઝિમ્બાબ્વે v ઓમાન | SSC, કોલંબો |
| સોમવાર, 9 ફેબ્રુઆરી | દક્ષિણ આફ્રિકા v કેનેડા | અમદાવાદ |
| મંગળવાર, 10 ફેબ્રુઆરી | નેધરલેન્ડ v નામીબિયા | દિલ્લી |
| મંગળવાર, 10 ફેબ્રુઆરી | ન્યૂઝીલેન્ડ v UAE | ચેન્નાઈ |
| મંગળવાર, 10 ફેબ્રુઆરી | પાકિસ્તાન v USA | SSC, કોલંબો |
| બુધવાર, 11 ફેબ્રુઆરી | દક્ષિણ આફ્રિકા v અફઘાનિસ્તાન | અમદાવાદ |
| બુધવાર, 11 ફેબ્રુઆરી | ઓસ્ટ્રેલિયા v આયર્લેન્ડ | પ્રેમદાસા, કોલંબો |
| બુધવાર, 11 ફેબ્રુઆરી | ઇંગ્લેન્ડ v વેસ્ટ ઇન્ડિઝ | મુંબઈ |
| ગુરુવાર, 12 ફેબ્રુઆરી | શ્રીલંકા v ઓમાન | કૅન્ડી |
| ગુરુવાર, 12 ફેબ્રુઆરી | નેપાળ v ઇટાલી | મુંબઈ |
| ગુરુવાર, 12 ફેબ્રુઆરી | ભારત v નામીબિયા | દિલ્લી |
| શુક્રવાર, 13 ફેબ્રુઆરી | ઓસ્ટ્રેલિયા v ઝિમ્બાબ્વે | પ્રેમદાસા, કોલંબો |
| શુક્રવાર, 13 ફેબ્રુઆરી | કેનેડા v UAE | દિલ્લી |
| શુક્રવાર, 13 ફેબ્રુઆરી | USA v નેધરલેન્ડ | ચેન્નાઈ |
| શનિવાર, 14 ફેબ્રુઆરી | આયર્લેન્ડ v ઓમાન | SSC, કોલંબો |
| શનિવાર, 14 ફેબ્રુઆરી | ઇંગ્લેન્ડ v સ્કોટલેન્ડ | કોલકાતા |
| શનિવાર, 14 ફેબ્રુઆરી | ન્યૂઝીલેન્ડ v દક્ષિણ આફ્રિકા | અમદાવાદ |
| રવિવાર, 15 ફેબ્રુઆરી | વેસ્ટ ઇન્ડિઝ v નેપાળ | મુંબઈ |
| રવિવાર, 15 ફેબ્રુઆરી | USA v નામીબિયા | ચેન્નાઈ |
| રવિવાર, 15 ફેબ્રુઆરી | ભારત v પાકિસ્તાન | પ્રેમદાસા, કોલંબો |
| સોમવાર, 16 ફેબ્રુઆરી | અફઘાનિસ્તાન v UAE | દિલ્લી |
| સોમવાર, 16 ફેબ્રુઆરી | ઇંગ્લેન્ડ v ઇટાલી | કોલકાતા |
| સોમવાર, 16 ફેબ્રુઆરી | ઓસ્ટ્રેલિયા v શ્રીલંકા | કૅન્ડી |
| મંગળવાર, 17 ફેબ્રુઆરી | ન્યૂઝીલેન્ડ v કેનેડા | ચેન્નાઈ |
| મંગળવાર, 17 ફેબ્રુઆરી | આયર્લેન્ડ v ઝિમ્બાબ્વે | કૅન્ડી |
| મંગળવાર, 17 ફેબ્રુઆરી | સ્કોટલેન્ડ v નેપાળ | મુંબઈ |
| બુધવાર, 18 ફેબ્રુઆરી | દક્ષિણ આફ્રિકા v UAE | દિલ્લી |
| બુધવાર, 18 ફેબ્રુઆરી | પાકિસ્તાન v નામીબિયા | SSC, કોલંબો |
| બુધવાર, 18 ફેબ્રુઆરી | ભારત v નેધરલેન્ડ | અમદાવાદ |
| ગુરુવાર, 19 ફેબ્રુઆરી | વેસ્ટ ઇન્ડિઝ v ઇટાલી | કોલકાતા |
| ગુરુવાર, 19 ફેબ્રુઆરી | શ્રીલંકા v ઝિમ્બાબ્વે | પ્રેમદાસા, કોલંબો |
| ગુરુવાર, 19 ફેબ્રુઆરી | અફઘાનિસ્તાન v કેનેડા | ચેન્નાઈ |
| શુક્રવાર, 20 ફેબ્રુઆરી | ઓસ્ટ્રેલિયા v ઓમાન | કૅન્ડી |
| શનિવાર, 21 ફેબ્રુઆરી | Y2 v Y3 | પ્રેમદાસા, કોલંબો |
| રવિવાર, 22 ફેબ્રુઆરી | Y1 v Y4 | કૅન્ડી |
| રવિવાર, 22 ફેબ્રુઆરી | X1 v X4 | અમદાવાદ |
| સોમવાર, 23 ફેબ્રુઆરી | X2 v X3 | મુંબઈ |
| મંગળવાર, 24 ફેબ્રુઆરી | Y1 v Y3 | કૅન્ડી |
| બુધવાર, 25 ફેબ્રુઆરી | Y2 v Y4 | પ્રેમદાસા, કોલંબો |
| ગુરુવાર, 26 ફેબ્રુઆરી | X3 v X4 | અમદાવાદ |
| ગુરુવાર, 26 ફેબ્રુઆરી | X1 v X2 | ચેન્નાઈ |
| શુક્રવાર, 27 ફેબ્રુઆરી | Y1 v Y2 | પ્રેમદાસા, કોલંબો |
| શનિવાર, 28 ફેબ્રુઆરી | Y3 v Y4 | કૅન્ડી |
| રવિવાર, 1 માર્ચ | X2 v X4 | દિલ્લી |
| રવિવાર, 1 માર્ચ | X1 v X3 | કોલકાતા |
| બુધવાર, 4 માર્ચ | સેમિફાઈનલ 1 | અમદાવાદ |
| ગુરુવાર, 5 માર્ચ | સેમિફાઈનલ 2 | મુંબઈ |
| રવિવાર, 8 માર્ચ | ફાઈનલ | અમદાવાદ/કોલંબો |
