Loading...

T20 World Cup 2026 Tickets: અમદાવાદમાં ન્યુઝીલેન્ડ vs સાઉથ આફ્રિકા મેચ માટે ટિકિટ બુકિંગ શરૂ, 14 ફેબ્રુઆરીએ રમાશે મહામુકાબલો

ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર આવી ગયા છે. આગામી ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 અંતર્ગત અમદાવાદના આંગણે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચ માટે ટિકિટ બુકિંગની શરૂઆત થઈ ગઈ છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 28 Jan 2026 03:15 PM (IST)Updated: Wed 28 Jan 2026 03:15 PM (IST)
t20-world-cup-2026-clash-in-ahmedabad-new-zealand-vs-south-africa-tickets-open-for-feb-14-match-at-narendra-modi-stadium-motera-ahmedabad-681272

T20 World Cup 2026 Tickets Ahmedabad: ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર આવી ગયા છે. આગામી ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 અંતર્ગત અમદાવાદના આંગણે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચ માટે ટિકિટ બુકિંગની શરૂઆત થઈ ગઈ છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ જગતની બે દિગ્ગજ ટીમો આમને-સામને ટકરાશે.

શનિવાર અને વેલેન્ટાઈન ડેનો ડબલ ડોઝ

આ મેચ 14 ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. યોગાનુયોગ આ દિવસે શનિવાર અને વેલેન્ટાઈન ડે પણ છે, જેથી ક્રિકેટ ફેન્સમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચ સાંજે 07:00 કલાકે શરૂ થશે, જે ફ્લડ લાઈટ્સના પ્રકાશમાં દર્શકોને એક યાદગાર અનુભવ પૂરો પાડશે.

ન્યુઝીલેન્ડ vs સાઉથ આફ્રિકા

આ મુકાબલો ન્યુઝીલેન્ડ (New Zealand) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે રમાશે. બંને ટીમો T20 ફોર્મેટમાં આક્રમક રમત માટે જાણીતી છે, તેથી અમદાવાદીઓને ચોગ્ગા અને છગ્ગાની રમઝટ માણવા મળશે.

ટિકિટ બુકિંગ શરૂ

ક્રિકેટના આ મહાકુંભનો હિસ્સો બનવા માંગતા ચાહકો માટે ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. મેચની લોકપ્રિયતા અને વીક-એન્ડ હોવાને કારણે ટિકિટોની માંગ ખૂબ જ ઊંચી રહેવાની શક્યતા છે. ફેન્સ ઓફિશિયલ ટિકિટિંગ પાર્ટનર બુક માય શોની વેબસાઈટ પર જઈને પોતાની સીટ બુક કરાવી શકે છે.