Loading...

SRH vs LSG, IPL 2026: 10 ઓવરમાં હતા માત્ર 35 રન, છતાં SRHએ બનાવ્યા 156 રન; ક્લાસેન-રેડ્ડીની વિસ્ફોટક ઇનિંગ

સનરાઇઝર્સ હૈદરાબાદે પાવરપ્લેમાં ફક્ત 22 રન બનાવ્યા અને 10 ઓવરમાં 4 વિકેટે 35 રન બનાવ્યા.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Sun 05 Apr 2026 06:17 PM (IST)Updated: Sun 05 Apr 2026 06:17 PM (IST)
srh-vs-lsg-ipl-2026-there-were-only-35-runs-in-10-overs-yet-srh-scored-156-runs-klaasen-reddys-explosive-innings-722248

Sunrisers Hyderabad vs Lucknow Super Giants: IPL 2026ની 10મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં મોહમ્મદ શમીએ લખનઉ માટે ઘાતક બોલિંગ કરી અને હૈદરાબાદની કમર તોડી નાખી. શમીએ 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 2 વિકેટ લીધી. હૈદરાબાદની હાલત ખૂબ જ ખરાબ હતી, તેણે 10 ઓવરમાં માત્ર 35 રન જ બનાવ્યા હતા. જોકે, હેનરિક ક્લાસેન અને નીતિશ કુમાર રેડ્ડીએ આક્રમક બેટિંગ કરીને મેચનું પાસું પલટી નાખ્યું. સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 9 વિકેટે 156 રન બનાવી શક્યું.

ક્લાસેન અને રેડ્ડીએ 116 રનની ભાગીદારી કરી

સનરાઇઝર્સ હૈદરાબાદે માત્ર 26 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હેનરિક ક્લાસેન અને નીતિશ કુમાર રેડ્ડીએ 116 રનની ધમાકેદાર ભાગીદારી કરી. ક્લાસેન 41 બોલમાં 62 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. રેડ્ડીએ 33 બોલમાં 56 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. એક સમયે એવું લાગતું હતું કે આ જોડી સ્કોર 170ને પાર પહોંચાડશે, પરંતુ હૈદરાબાદે અંતિમ ઓવરમાં ફરીથી વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ઇનિંગનો અંત 156 પર થયો.

શરૂઆત ખૂબ જ ખરાબ રહી, હેડ, અભિષેક, ઇશાન અને લિવિંગસ્ટોન બધા નિષ્ફળ ગયા

ટોસ હારી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટ્રેવિસ હેડ આઠ બોલમાં સાત રન, અભિષેક શર્મા 0, ઇશાન કિશન 0 અને લિયામ લિવિંગસ્ટોન 20 બોલમાં 14 રન બનાવીને આઉટ થયા. ક્લાસેન 62 અને રેડ્ડી 56 રન બનાવીને આઉટ થયા, પરંતુ તેમના આઉટ થયા પછી વિકેટોનો ધસારો શરૂ થયો. અનિકેત વર્મા 02 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે હર્ષ દુબે 0, શિવંગ કુમાર 0 અને હર્ષલ પટેલ 04 રન બનાવીને આઉટ થયા.

લખનઉ સુપર જાયન્ટ્સ માટે શમીએ ચાર ઓવરમાં 9 રન આપીને બે વિકેટ લીધી. પ્રિન્સ યાદવે ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ લીધી. આવેશ ખાને ચાર ઓવરમાં 36 રન આપીને બે બેટ્સમેનોને આઉટ કર્યા. દિગ્વેશ સિંહ રાઠી અને મણિમારન ​​સિંહ સિદ્ધાર્થે એક-એક વિકેટ લીધી.