IPL 2026 Schedule, BCCI: IPL 2026નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, ફક્ત 15 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં, BCCI એ 28 માર્ચથી 12 એપ્રિલ સુધીની મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. IPL 2026ની પહેલી મેચ 28 માર્ચે બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.
ચાર રાજ્યોમાં ચૂંટણીને કારણે બાકી રહેલું શેડ્યૂલ વિલંબિત
કેટલાક રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર થયા પછી IPL 2026નું આગળનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. ભારતના ચાર રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેની તારીખો એપ્રિલમાં જાહેર થવાની ધારણા છે. ભારતમાં જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે તેમાં કેરળ, બંગાળ, તમિલનાડુ અને આસામનો સમાવેશ થાય છે.
15 દિવસના શેડ્યૂલમાં ચાર ડબલહેડર
પહેલા 15 દિવસના શેડ્યૂલમાં ચાર ડબલહેડરનો સમાવેશ થાય છે. પહેલો ડબલહેડર 4 એપ્રિલે રમાશે, જ્યારે બીજો ડબલહેડર 5 એપ્રિલે રમાશે. જે બાદ 11 અને 12 એપ્રિલના રોજ બે-બે મેચ રમાશે. દિવસના મેચો બપોરે 3:30 વાગ્યે શરૂ થશે અને સાંજની મેચો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બાકીની લીગ શેડ્યૂલ પછીથી જાહેર કરવામાં આવશે.
🚨 News 🚨
— IndianPremierLeague (@IPL) March 11, 2026
Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 🗓️
Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections.
More details ▶️… pic.twitter.com/8Iq492v8TE
ક્યારે, ક્યાં, કોની સામે અને કોની પહેલી મેચ?
IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ 29 માર્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે પોતાનો પહેલો મુકાબલો રમશે. આ મેચ મુંબઈમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સનો પહેલો મુકાબલો 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ, ગુવાહાટી ખાતે થશે. 31 માર્ચે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ, મુલ્લાનપુર ખાતે થશે. 1 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સનો મુકાબલો થશે. આ મેચ LSGના હોમ ગ્રાઉન્ડ પર રમાશે.
IPL 2026 શેડ્યૂલ
- 28 માર્ચ, 2026: RCB vs SRH
- 29 માર્ચ, 2026: MI vs KKR
- 30 માર્ચ, 2026: RR vs CSK
- 31, માર્ચ, 2026: PBKS vs GT
- 1 એપ્રિલ, 2026: LSG vs DC
- 2 એપ્રિલ, 2026: KKR vs SRH
- 3 એપ્રિલ, 2026: CSK vs PBKS
- 4 એપ્રિલ, 2026: DC vs MI
- 4 એપ્રિલ, 2026: GT vs RR
- 5 એપ્રિલ, 2026: SRH vs LSG
- 5 એપ્રિલ, 2026: RCB vs CSK
- 6 એપ્રિલ, 2026: KKR vs PBKS
- 7 એપ્રિલ, 2026: RR vs MI
- 8 એપ્રિલ, 2026: DC vs GT
- 9 એપ્રિલ, 2026: KKR vs LSG
- 10 એપ્રિલ, 2026: RR vs RCB
- 11 એપ્રિલ, 2026: PBKS vs SRH
- 11 એપ્રિલ, 2026: CSK vs DC
- 12 એપ્રિલ, 2026: LSG vs GT
- 12 એપ્રિલ, 2026: MI vs RCB
15 દિવસમાં 10 સ્થળોએ IPL મેચ
IPL 2026ની બધી 10 ટીમો પહેલા પાંચ દિવસમાં પોતાની પહેલી મેચ રમશે. તે પછી, બધી ટીમો માટે બીજા રાઉન્ડની મેચ 2 એપ્રિલથી શરૂ થશે. IPL 2026ની મેચ 15 દિવસના શેડ્યૂલમાં 10 સ્થળોએ રમાશે. કોલકાતા અને ગુવાહાટીમાં સૌથી વધુ ત્રણ મેચ રમાશે, જ્યારે બાકીના સ્થળોએ બે-બે મેચ રમાશે.
