SRH vs KKR IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં ગુરુવારે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયેલી મેચમાં એક મોટો વિવાદ થયો હતો. આ વિવાદના કેન્દ્રમાં હૈદરાબાદનો વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા અને કોલકાતાનો સ્પિનર વરુણ ચક્રવર્તી હતા.
9મી ઓવરમાં સર્જાયો હાઈવોલ્ટેજ ડ્રામા
સમગ્ર વિવાદ હૈદરાબાદની ઇનિંગની 9મી ઓવરમાં થયો હતો. કોલકાતાના ઝડપી બોલર બ્લેસિંગ મુઝરબાનીના ચોથા બોલ પર અભિષેક શર્માએ પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શોટની ટાઈમિંગ બરાબર ન હોવાને કારણે બોલ ડીપ સ્ક્વેર લેગ તરફ હવામાં ગયો હતો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા વરુણ ચક્રવર્તીએ તેજીથી દોડીને જમીનથી માત્ર થોડા સેન્ટીમીટર ઉપર એક ‘લો કેચ’ ઝડપ્યો હતો.
અમ્પાયરનો નિર્ણય અને વિવાદ
વરુણ ચક્રવર્તી અને KKR ના ખેલાડીઓ ઉજવણી કરવા લાગ્યા, પરંતુ અભિષેક શર્માને આ કેચ ક્લીન હોવા પર શંકા હતી, તેથી તે મેદાન પર જ ઉભો રહ્યો હતો. મેદાની અમ્પાયરોએ મામલો થર્ડ અમ્પાયર નીતિન મેનન પાસે મોકલ્યો. રીપ્લેમાં ઝૂમ કરીને જોતા મામલો ઘણો પેચીદો લાગતો હતો. કેટલાક એંગલથી એવું લાગતું હતું કે વરુણની આંગળીઓ બોલની નીચે હતી, જ્યારે અન્ય એંગલથી એવું લાગતું હતું કે બોલ જમીનને અડી ગયો છે. લાંબી તપાસ બાદ, અમ્પાયર નીતિન મેનને નિર્ણય આપ્યો કે ફિલ્ડરની આંગળીઓ બોલની નીચે હતી અને અભિષેક શર્માને આઉટ જાહેર કરવામાં આવ્યો.
આ પણ વાંચો
𝐓𝐡𝐞 𝐝𝐢𝐩, 𝐭𝐡𝐞 𝐝𝐢𝐯𝐞, 𝐭𝐡𝐞 𝐂𝐀𝐓𝐂𝐇. 🤌
— Star Sports (@StarSportsIndia) April 2, 2026
Varun Chakaravarthy pulls off an absolute blinder at deep square-leg to dismiss the dangerous Abhishek Sharma 🥵#TATAIPL 2026 | #KKRvSRH | LIVE NOW 👉 https://t.co/ySCLEcJOUA pic.twitter.com/jXoaMbiOUy
અભિષેક અને કોચ વિટોરીની નારાજગી
આ નિર્ણયથી અભિષેક શર્મા અત્યંત નિરાશ દેખાયો હતો. તે માત્ર 21 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તે પોતાની અડધી સદીથી માત્ર 2 રન દૂર હતો. હૈદરાબાદના મુખ્ય કોચ ડેનિયલ વિટોરી પણ આ નિર્ણયથી નાખુશ હતા અને તે મેદાનના કિનારે અમ્પાયરો સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.
𝐌𝐑. 𝐌𝐀𝐗𝐈𝐌𝐔𝐌 for a reason 😌
— Star Sports (@StarSportsIndia) April 2, 2026
Abhishek Sharma officially becomes the FIRST Indian to smash 1️⃣0️⃣0️⃣* sixes for the #SRH 💥#TATAIPL 2026 | #KKRvSRH | LIVE NOW 👉 https://t.co/ySCLEcJOUA pic.twitter.com/0IXzZktlgh
હૈદરાબાદની શાનદાર જીત
જોકે, આ વિવાદ છતાં સનરાઈઝર્સ હૈદરાબાદે મેચમાં શાનદાર વાપસી કરી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આ લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહોતી અને હૈદરાબાદે 65 રનથી મેચ જીતીને સીઝનની પ્રથમ જીત નોંધાવી હતી.
