Loading...

SRH vs LSG Live Streaming: રવિવાર બનશે 'સુપર સન્ડે', હૈદરાબાદ અને લખનૌ વચ્ચેના મુકાબલાનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોશો?

SRH vs LSG Live Streaming Info: આજના દિવસની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 05 Apr 2026 10:54 AM (IST)Updated: Sun 05 Apr 2026 10:54 AM (IST)
ipl-2026-live-streaming-where-to-watch-sunrisers-hyderabad-vs-lucknow-super-giants-match-live-broadcast-full-info-721954

SRH vs LSG Live Streaming Info: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 નો રોમાંચ આજે રવિવારે બમણો થવા જઈ રહ્યો છે. ક્રિકેટ ચાહકો માટે આ રવિવાર સાચા અર્થમાં એક 'સુપર સન્ડે' બની રહેશે, કારણ કે આજે 'ડબલ-હેડર' એટલે કે એક જ દિવસમાં સતત 2 મેચો રમાવાની છે. આજના દિવસની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

SRH vs LSG: બંને ટીમોની વર્તમાન સ્થિતિ

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19મી સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 2 મેચોમાંથી માત્ર 1 જ મેચ જીતી શકી છે. ટીમે પોતાના અભિયાનની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) સામે 6 વિકેટની હાર સાથે કરી હતી. જોકે, બીજી મેચમાં શાનદાર વાપસી કરતા હૈદરાબાદે કોલકાતાને 65 રનથી કારમો પરાજય આપ્યો હતો.

બીજી તરફ, કેપ્ટન ઋષભ પંતના નેતૃત્વવાળી લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે, લખનૌની ટીમ આજના મુકાબલામાં વિજય મેળવીને પોતાનું ખાતું ખોલાવવાના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

લાઈવ સ્ટ્રીમિંગ વિગતો (SRH vs LSG Live Streaming)

સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2026 ની 10મી મેચ ક્યારે રમાશે?

સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2026 ની 10મી મેચ રવિવાર, 5 એપ્રિલે રમાશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2026 ની 10મી મેચ ક્યાં રમાશે?

સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2026 ની 10મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2026 ની 10મી મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2026 ની 10મી મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 3:00 વાગ્યે થશે.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2026 ની 10મી મેચ ટીવી પર કેવી રીતે જોઈ શકાશે?

સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2026 ની 10મી મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2026 ની 10મી મેચ મોબાઇલ પર કેવી રીતે જોઈ શકાશે?

સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2026 ની 10મી મેચ મોબાઇલ પર Jio-Hotstar એપ પર જોઈ શકાશે.

Sunrisers Hyderabad IPL 2026 Squad । SRH 2026 ની સંપૂર્ણ ટીમ

ઇશાન કિશન (કેપ્ટન), અંકિત વર્મા, આર શરણ, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, હર્ષલ પટેલ, કામિન્દુ મેન્ડિસ, હર્ષ દુબે, બ્રાયન કાર્સે, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, શિવાંગ કુમાર, સલિલ અરોરા, સાકિબ હુસૈન, ઓમકાર તરમાલે, અમિત કુમાર, પ્રફુલ હિન્જે, ક્રેન્સ ફુલેત્રા, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, જેક એડવર્ડ્સ, પેટ કમિન્સ.

Lucknow Super Giants IPL 2026 Squad । LSG 2026 ની સંપૂર્ણ ટીમ

ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકે, હિમ્મત સિંહ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, અવેશ ખાન, મોહસીન ખાન, મણિમારન ​ સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, વાનિન્દુ હસરાંગા, એનરિચ નોર્ટજે, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી અને જોશ ઈંગ્લિસ.