RCB vs CSK Live Streaming Info: ક્રિકેટ પ્રેમીઓ માટે રવિવારનો દિવસ મનોરંજનથી ભરપૂર રહેવાનો છે. IPL 2026 માં 5 એપ્રિલના રોજ 'ડબલ-હેડર' મુકાબલા યોજાશે. દિવસની પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ આમને-સામને હશે. જ્યારે સાંજની હાઈ-વોલ્ટેજ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પાંચ વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ટક્કર થશે.
ચેન્નઈ માટે જીત અનિવાર્ય
રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ માટે 19મી સીઝનની શરૂઆત આશાસ્પદ રહી નથી. ટીમે તેની શરૂઆતની બંને મેચો ગુમાવી દીધી છે, પરિણામે હવે તેઓ હારની હેટ્રિક ટાળવા મેદાનમાં ઉતરશે. બીજી તરફ, વિજય સાથે અભિયાનની શરૂઆત કરનાર આરસીબી પોતાની જીતની લય જાળવી રાખવા મથશે. ત્યારે ચાલો જાણીએ કે 'યલો આર્મી' અને આરસીબી વચ્ચેનો મુકાબલો ક્યારે થવાનો છે, અને તમે આ મેચને તમારા ટીવી અને મોબાઇલ ડિવાઈસ પર કેવી રીતે લાઈવ જોઈ શકો છો.
લાઈવ સ્ટ્રીમિંગ વિગત (RCB vs CSK Live Streaming)
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2026 ની 11મી મેચ ક્યારે રમાશે?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2026 ની 11મી મેચ રવિવાર, 5 એપ્રિલે રમાશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2026 ની 11મી મેચ ક્યાં રમાશે?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2026 ની 11મી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2026 ની 11મી મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2026 ની 11મી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7:00 વાગ્યે થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2026 ની 11મી મેચ ટીવી પર કેવી રીતે જોઈ શકાશે?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2026 ની 11મી મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2026 ની 11મી મેચ મોબાઇલ પર કેવી રીતે જોઈ શકાશે?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2026 ની 11મી મેચ Jio-Hotstar એપ દ્વારા મોબાઇલ પર જોઈ શકાશે.
RCB vs CSK Head To Head
- કુલ મેચ: 35
- ચેન્નાઈ જીત્યું: 21
- બેંગલોર જીત્યું: 13
- કોઈ પરિણામ નહીં: 1
RCB vs CSK Playing 11
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સંભવિત પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી, સુયશ શર્મા.
ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન (વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, નૂર અહમદ, અંશુલ કંબોજ, મેટ હેનરી, ખલીલ અહેમદ.
IPL 2026 માટે RCB ની સંપૂર્ણ ટીમ
રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંઘ, ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, જેકબ બેથેલ, જોશ હેઝલવુડ, યશ દયાલ, ભુવનેશ્વર કુમાર, નુવાન તુષારા, રસિક સલામ, સુયશ શર્મા, વેંકટેશ ઐયર, મંગેશ યાદવ, જેકબ ડફી, જોર્ડન કોક્સ, સાત્વિક દેસવાલ, વિકી ઓસ્ટવાલ, વિહાન મલ્હોત્રા અને કનિષ્ક ચૌહાણ.
Chennai Super Kings IPL 2026 Squad । CSK 2026 ની સંપૂર્ણ ટીમ
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), એમએસ ધોની, સંજુ સેમસન, શિવમ દુબે, ડેવોલ્ડ બ્રેવિસ, આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, જેમી ઓવરટોન, રામકૃષ્ણ ઘોષ, નૂર અહમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ, નાથન એલિસ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, રાહુલ ચહર, મેટ હેનરી, અકીલ હોસીન, મેથ્યુ શોર્ટ, જેક ફોક્સ, સરફરાઝ ખાન અને અમન ખાન.
