Loading...

GT vs RR Live Streaming: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જામશે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે હાઈ-વોલ્ટેજ જંગ; જાણો ફ્રીમાં ક્યાં અને કેવી રીતે જોશો લાઈવ મેચ

GT vs RR Live Streaming Info: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 9મી મેચમાં આજે શનિવારે બે દિગ્ગજ ટીમો, ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR), આમને-સામને ટકરાશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 04 Apr 2026 02:50 PM (IST)Updated: Sat 04 Apr 2026 02:50 PM (IST)
ipl-2026-live-streaming-where-to-watch-gujarat-titans-vs-rajasthan-royals-match-live-broadcast-full-info-721522

GT vs RR Live Streaming Info: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 9મી મેચમાં આજે શનિવારે બે દિગ્ગજ ટીમો, ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR), આમને-સામને ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં બંને ટીમો જીત મેળવી પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ગત IPL સીઝન દરમિયાન આ બંને ટીમો બે વખત એકબીજા સામે ટકરાઈ હતી, જેમાં બંનેએ 1-1 મેચ જીતીને બરાબરી કરી હતી. જોકે, તેમની છેલ્લી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં રાજસ્થાન રોયલ્સે પ્રભુત્વ જમાવ્યું હતું. તે મેચમાં રાજસ્થાને 210 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા માત્ર 15.5 ઓવરમાં 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો.

મેચની વિગતો (Match Details)

  • તારીખ: શનિવાર, 4 એપ્રિલ, 2026
  • સમય: સાંજે 07:30 વાગ્યે (IST)
  • સ્થળ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
  • ટોસ: સાંજે 07:00 વાગ્યે (IST)

ક્યાં અને કેવી રીતે જોશો લાઈવ મેચ?

  • ટેલિવિઝન: સ્ટાર સ્પોર્ટ્સ (Star Sports) નેટવર્કની વિવિધ ચેનલો પર.
  • OTT પ્લેટફોર્મ: જિયો હોટસ્ટાર (JioHotstar) પર ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા.

Gujarat Titans IPL 2026 Squad । GT 2026 ની સંપૂર્ણ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રાશિદ ખાન, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, રાહુલ તેવટિયા, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધા કૃષ્ણા, આર. સાઈ કિશોર, ઈશાંત શર્મા, ગ્લેન ફિલિપ્સ, જયંત યાદવ, મોહમ્મદ અરશદ ખાન, કુમાર કુશાગ્રા, માનવ સુથાર, નિશાંત સિંધુ, ગુરનૂર સિંઘ બ્રાર, અનુજ રાવત, જેસન હોલ્ડર, ટોમ બેન્ટન, અશોક શર્મા, લ્યુક વુડ અને પૃથ્વી રાજ.

Rajasthan Royals IPL 2026 Squad । RR 2026 ની સંપૂર્ણ ટીમ

રિયાન પરાગ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, ક્વેના માફાકા, વૈભવ સૂર્યવંશી, તુષાર દેશપાંડે, શુભમ દુબે, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, યુદ્ધવીર સિંહ, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ, એડમ મિલ્ને, સુશાંત મિશ્રા, રવિ સિંહ, કુલદીપ સેન, યશરાજ પુંજ, વિગ્નેશ પુથુર, અમન રાવ અને બ્રિજેશ શર્મા.