IND vs AFG: કૃષ્ણા અને યશસ્વીના શાનદાર પર્ફોમન્સને લીધે ત્રીજી વન-ડેમાં ભારતે અફઘાનિસ્તાનને 9 વિકેટથી આપ્યો પરાજય

ભારતે ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને ત્રણ મેચની સિરીઝ 3-0થી જીતી લીધી. યશસ્વી જયસ્વાલની સદી અને પ્રસિદ્ધ કૃષ્ણાની પાંચ વિકેટ જીતના મુખ્ય કારણો રહ્યા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 20 Jun 2026 08:12 PM (IST)Updated: Sat, 20 Jun 2026 08:12 PM (IST)
india-defeated-afghanistan-by-9-wickets-in-the-third-odi-due-to-brilliant-performances-from-krishna-and-yashaswi

India vs Afghanistan, 3rd ODI 2026: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે સિરીઝની અંતિમ મેચ શનિવારે 20મી જૂનના રોજ રમાઈ હતી. ચન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું છે. આ ાથે ત્રણ મેચની સિરીઝ 3-0થી જીતી લીધી છે.

ભારતે જીત માટે 219 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે તેણે 28.4 ઓવરમાં જ પૂરો કરી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વન-ડે સિરીઝમાં અફઘાનિસ્તાનનો સંપૂર્ણ સફાયો કરી દીધો છે. ચેપોક વનડેમાં ભારતની જીતમાં યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાની મહત્વની ભૂમિકા રહી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 5 વિકેટ લીધી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલે 110 રન નોટઆઉટ બનાવ્યા હતા. તેણે વન-ડે કરિયરમાં બીજી સદી ફટકારી હતી. રોહિતે પણ 79 રન બનાવ્યા હતા.


શુભમન ગિલના વડપણ હેઠળ ભારતીય ટીમ અગાઉથી જ આ સિરીઝને પોતાના નામે કરી ચુકી હતી. ધર્મશાળા ઓડીઆઈમાં ભારતે અફઘાનિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદ લખનઉમાં પણ મહેમાન ટીમને 170 રનથી હરાવ્યું હતું.