IND vs AFG 3rd ODI Live Streaming: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની વનડે સિરીઝની અંતિમ મેચ 20 જૂન, શનિવારના રોજ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે પ્રથમ બે મેચોમાં અનુક્રમે 7 વિકેટ અને 170 રને શાનદાર જીત મેળવીને સિરીઝમાં 2-0 થી અજેય સરસાઈ મેળવી લીધી છે.
આ અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયા 3-0 થી ક્લીન સ્વીપ કરવાના મજબૂત ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે અફઘાનિસ્તાનની ટીમ પ્રવાસનો અંત જીત સાથે કરીને પોતાનું સન્માન બચાવવાનો પૂરો પ્રયાસ કરશે. ચાલો આ આર્ટિકલમાં જાણીએ કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી ODIનું લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો.
IND vs AFG 3rd ODI: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચ 20 જૂનના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
IND vs AFG 3rd ODI: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 1:00 વાગ્યે થશે.
IND vs AFG 3rd ODI: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચનું લાઈવ ટેલિકાસ્ટ ફેન્સ માટે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ઉપલબ્ધ થશે.
IND vs AFG 3rd ODI: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચ ફેન્સ માટે JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
IND vs AFG 3rd ODI: ભારત અને અફઘાનિસ્તાનની ટીમો
ભારતીય ટીમ:
- રોહિત શર્મા
- શુભમન ગિલ (c)
- યશસ્વી જયસ્વાલ
- ઈશાન કિશન
- શ્રેયસ ઐયર
- કેએલ રાહુલ (wk)
- વોશિંગ્ટન સુંદર
- નીતિશ કુમાર રેડ્ડી
- હર્ષ દુબે
- કુલદીપ યાદવ
- અર્શદીપ સિંહ
- ગુરનૂર બ્રાર
- પ્રસિદ્ધ કૃષ્ણા
- પ્રિન્સ યાદવ
- હર્ષિત રાણા
અફઘાનિસ્તાન ટીમ:
- રહેમાનુલ્લા ગુરબાઝ
- ઈબ્રાહિમ ઝદરાન
- સેદીકુલ્લાહ અટલ
- હશમતુલ્લાહ શાહિદી(c)
- રહમત શાહ
- ઈકરામ અલીખિલ(wk)
- અઝમતુલ્લા ઓમરઝાઈ
- મોહમ્મદ નબી
- રશીદ ખાન
- નાંગેયાલિયા ખરોતી
- એએમ ગઝનફર
- બિલાલ સામી
- દરવેશ રસૂલી
- ફરીદ અહમદ મલિક
- ઝિયા ઉર રહેમાન શરીફી
