IND vs AFG Live Score, 3rd ODI: પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગ અને યશસ્વીની સદીથી અફઘાનિસ્તાનનો 3-0 થી સફાયો

IND vs AFG Live Score, 3rd ODI: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન મેચ, પિચ રિપોર્ટ, મેચ ટાઇમિંગ, લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ સ્કોર સંબંધિત દરેક મિનિટના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 20 Jun 2026 10:59 AM (IST)Updated: Sat, 20 Jun 2026 08:39 PM (IST)
ind-vs-afg-3rd-odi-live-cricket-score-india-vs-afghanistan-today-match-live-cricket-score-full-scorecard-updates-and-highlights

IND vs AFG 3rd ODI Live Cricket Score, India vs Afghanistan Match Live Score Updates (ભારત વિ. અફઘાનિસ્તાન લાઇવ સ્કોર): ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી 3 મેચની વનડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા અફઘાનિસ્તાનને 3-0 થી ક્લીન સ્વીપ કર્યું છે. ત્રીજી અને અંતિમ વનડેમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીની સદી છતાં, ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની 5 વિકેટની ઘાતક બોલિંગ સામે અફઘાન ટીમ 218 રન જ બનાવી શકી હતી. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ માટે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી અને રોહિત શર્માની તોફાની બેટિંગના બળે ભારતે 9 વિકેટે આસાન જીત મેળવીને શ્રેણી પોતાના નામે કરી લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 218 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. હશમતુલ્લાહ શાહિદીએ 102 રનનું યોગદાન આપ્યું છે. ભારત વતી પ્રસિદ્ધ કૃષ્ણાએ 5 વિકેટ ઝડપી છે. 

IND vs AFG Live Score, 3rd ODI: 206 રન પર 41મી ઓવરમાં અફઘાનિસ્તાનની 7મી વિકેટ પડી છે. હર્ષ દૂબેએ 5 રને રાશિદ ખાનને આઉટ કર્યો છે. 

IND vs AFG Live Score, 3rd ODI: 198 પર અફઘાનિસ્તાનની છઠ્ઠી વિકેટ પડી. મોહમ્મદ નબી 21 રન બનાવી આઉટ થયો છે.

IND vs AFG Live Score, 3rd ODI: પ્રિન્સ યાદવે તોડી શાહિદી અને ઓમરઝાઈ વચ્ચેની 100 રનથી વધુની પાર્ટનરશીપ

IND vs AFG Live Score, 3rd ODI: હશમતુલ્લાહ શાહિદી અને અઝમતુલ્લા ઓમરઝાઈએ બાજી સંભાળી, બંનેએ હાફ સેન્ચુરી ફટકારી; પાર્ટનરશીપ 100 રનને પાર

IND vs AFG Live Score, 3rd ODI: હશમતુલ્લાહ શાહિદી અને અઝમતુલ્લા ઓમરઝાઈએ બાજી સંભાળી, અફઘાનિસ્તાનની ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો

IND vs AFG Live Score, 3rd ODI: અફઘાનિસ્તાનનો સ્કોર 13 ઓવર બાદ 4 વિકેટના નુકશાન પર 53 રન, શાહિદી અને ઓમરઝાઇ ક્રીઝ પર 

IND vs AFG Live Score, 3rd ODI: પ્રસિદ્ધ કૃષ્ણાનો તરખાટ

પાવરપ્લેમાં પ્રસિદ્ધ કૃષ્ણાનો તરખાટ, અફઘાનિસ્તાનની 4 વિકેટ ઝડપી

IND vs AFG Live Score, 3rd ODI: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ સફળતા

પ્રસિદ્ધ કૃષ્ણાએ અપાવી ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા, રહેમાનુલ્લા ગુરબાઝ 5 રન બનાવીને આઉટ

IND vs AFG Live Score, 3rd ODI: ત્રીજી ODI માટે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત (પ્લેઇંગ ઇલેવન): યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, શુભમન ગિલ (C), શ્રેયસ અય્યર, ઇશાન કિશન (WK), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગુરનૂર બ્રાર, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ.

અફઘાનિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): રહેમાનુલ્લા ગુરબાઝ (WK), ઇબ્રાહિમ ઝદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (C), દરવીશ રસુલી, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઓમરઝાઇ, રાશિદ ખાન, એએમ ગઝનફર, ઝિયા ઉર રહેમાન શરીફી, ફરીદ અહમદ મલિક.

IND vs AFG Live Score, 3rd ODI: અફઘાનિસ્તાને ‌ટોસ જીત્યો

અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયામાં 3 બદલાવ

IND vs AFG Live Score, 3rd ODI: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચ ક્યારે અને ક્યાં રમાશે?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચ 20 જૂનના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

IND vs AFG Live Score, 3rd ODI:ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 1:00 વાગ્યે થશે.

IND vs AFG Live Score, 3rd ODI:ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચનું લાઈવ ટેલિકાસ્ટ ફેન્સ માટે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ઉપલબ્ધ થશે.

IND vs AFG Live Score, 3rd ODI: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે મેચ ફેન્સ માટે JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

IND vs AFG Live Score, 3rd ODI: ત્રીજી ODI માટે બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારત: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન (wk), શ્રેયસ અય્યર, નીતીશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, હર્ષિત રાણા, ગુરનૂર બ્રાર, પ્રિન્સ યાદવ.

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ (wk), ઇબ્રાહિમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવીશ રસૂલી/મોહમ્મદ નબી, રાશિદ ખાન, નાંગેલિયા ખરોતી, એએમ ગઝનફર, મોહમ્મદ સલીમ સફી, બિલાલ સામી/અઝમતુલ્લા ઓમરઝાઈ.

IND vs AFG Live Score, 3rd ODI: હેડ-ટુ-હેડ રેકોર્ડ: ભારતનો દબદબો

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી ODI ક્રિકેટમાં કુલ 6 મેચ રમાઈ છે. જેમાં ભારતે 5 મેચ જીતી છે, જ્યારે અફઘાનિસ્તાનને એક પણ જીત મળી નથી. બંને ટીમો વચ્ચેની એક મેચ ટાઈ રહી હતી.

IND vs AFG Live Score, 3rd ODI: ચેન્નાઈ પિચ રિપોર્ટ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી ODI મેચ ચેન્નાઈના પિચ નંબર-4 પર રમાશે, જે લાલ માટીથી બનેલી છે. આ સપાટી પર સામાન્ય રીતે સારો બાઉન્સ જોવા મળે છે, જેના કારણે બેટ્સમેનોને સ્ટ્રોક રમવામાં અનુકૂળતા રહે છે. મેચના બે દિવસ પહેલાં શહેરમાં વરસાદ નોંધાયો હતો, પરંતુ મુકાબલાની પૂર્વસંધ્યાએ હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહ્યું હતું.

ચેન્નાઈની ગરમી અને ઊંચા ભેજના કારણે ખેલાડીઓને મેચ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી પરિસ્થિતિમાં અનેક વખત ડ્રિંક્સ બ્રેક લેવાની જરૂર પડી શકે છે. સાથે જ, ખેલાડીઓની ફિટનેસ માટે પણ આ મેચ પડકારરૂપ બની શકે છે.

IND vs AFG Live Score, 3rd ODI: ચેન્નાઈમાં આજે હવામાન કેવું રહેશે?

ચેન્નાઈમાં શનિવારે ગરમી અને ભેજનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 33થી 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આકાશમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. તેથી ચાહકોને કોઈ વિક્ષેપ વિના સંપૂર્ણ મેચ જોવા મળશે.

IND vs AFG 3rd ODI: ભારત અને અફઘાનિસ્તાનની ટીમો

ભારતની ટીમ: રોહિત શર્મા, શુભમન ગિલ (c), યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (wk), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, હર્ષિત રાણા.

અફઘાનિસ્તાનની ટીમ: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, હશમતુલ્લાહ શાહિદી(c), રહમત શાહ, ઈકરામ અલીખિલ(wk), અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રશીદ ખાન, નાંગેયાલિયા ખરોતી, એએમ ગઝનફર, બિલાલ સામી, દરવેશ રસૂલી, ફરીદ અહમદ મલિક, ઝિયા ઉર રહેમાન શરીફી.