IND vs AFG 3rd ODI, Harshit Rana entry: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવતીકાલે શનિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ત્રીજી અને અંતિમ વન-ડે મેચ રમાવા જઈ રહી છે. આ મુકાબલા પહેલા ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ફાસ્ટ બોલર હર્ષિત રાણા શુક્રવારે ચેન્નાઈમાં ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે.
ODI સિરીઝ પર ભારતનો કબજો
નોંધનીય છે કે, ભારતીય ટીમે લખનઉમાં રમાયેલી બીજી વનડે મેચમાં 170 રનથી શાનદાર જીત નોંધાવીને અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ પર પહેલાથી જ કબજો જમાવી લીધો છે. હર્ષિત રાણાના જોડાવાથી ટીમ મેનેજમેન્ટને વધારાનો ફાસ્ટ બોલિંગ વિકલ્પ મળ્યો છે. ભારતીય ટીમ આગામી પ્રવાસ પહેલા પોતાના બોલિંગ કોમ્બિનેશનને ચકાસી રહી છે.
ટીમમાં હર્ષિત રાણાની એન્ટ્રી થઈ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સ્પષ્ટ કર્યું છે કે, હર્ષિત રાણાએ બેંગલુરુના COE (સેન્ટર ઓફ એક્સેલન્સ) માં પોતાનો રિહેબ પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે અને હવે ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે. બોર્ડે જણાવ્યું હતું કે પુરુષ પસંદગી સમિતિએ હર્ષિત રાણાને અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ વનડે માટે ભારતીય ટીમમાં સામેલ કર્યો છે.
🚨 Update 🚨
Harshit Rana added to #TeamIndia squad for Chennai ODI.
More details 🔽 | #INDvAFG | @IDFCFIRSTBank https://t.co/zB84OUHo9x
ઈજા બાદ વાપસી, હવેની યોજના શું?
હર્ષિત રાણા એક ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હર્ષિત રાણા ઈજાના કારણે T20 વર્લ્ડ કપ 2026 અને IPL 2026 માં ભાગ લઈ શક્યો ન હતો. હવે જલ્દીથી પોતાની લય પાછી મેળવવાનો પ્રયાસ રહેશે, જેથી તે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે એક સારો વિકલ્પ બની શકે.
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટેની T20 ટીમમાં પણ હર્ષિત રાણાનું નામ સામેલ છે, જે દર્શાવે છે કે પસંદગીકારોને તેના પર પૂરો વિશ્વાસ છે અને તે ભવિષ્યની યોજનામાં તેની જગ્યા પાક્કી થઈ શકે છે.
ત્રીજી ODI માટે ભારતની સ્ક્વોડ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિોત શર્મા, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાડ, હર્ષ દુબે, યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણા.
