IND A vs AFG A, Vaibhav Suryavanshi Performance: બુધવારે ભારત A એ અફઘાનિસ્તાન A ને 101 રનથી હરાવ્યું, જેનાથી ફાઇનલમાં પહોંચવાની તેમની આશા જીવંત રહી. પ્રથમ બેટિંગ કરતા, ભારત A એ નવ વિકેટે 319 રન બનાવ્યા. આ કુલ સ્કોરનો સામનો કરતા, અફઘાનિસ્તાન 36.5 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
બે વખત જીવતદાન, છતાં મોટી ઈનિંગ્સ ચૂક્યો
અફઘાનિસ્તાન A ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇન્ડિયા A ટીમ તરફથી પ્રિયાંશ આર્ય અને વૈભવ સૂર્યવંશીએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. જોકે, મેચની બીજી જ ઓવરમાં વૈભવને પ્રથમ જીવતદાન મળ્યું હતું.
શમ્સ ઉર રહેમાનના બોલ પર ઓફ સ્ટમ્પની બહાર ગયેલા બોલને વૈભવે પોઈન્ટ તરફ કટ કર્યો, જ્યાં ફરીદૂન દાઉદઝઈએ ડાઈવ લગાવીને શાનદાર કેચ પકડ્યો હતો. પરંતુ અમ્પાયરે રિપ્લેમાં જોયું તો ફિલ્ડરના હાથનો અમુક ભાગ જમીનને અડી ગયો હતો. જેથી અમ્પાયરે વૈભવને નોટ આઉટ જાહેર કર્યો હતો. આ સમયે ઇન્ડિયન ટીમનો સ્કોર 8/0 હતો અને વૈભવ 0 રન પર આઉટ થતાં બચ્યો હતો.
Today, Vaibhav Sooryavanshi once got a good start vs Afghanistan 'A' and scored 38 runs in just 28 balls with 4 fours and 2 sixes 👏
Once again Vaibhav Suryavanshi throws his wicket, but he will learn quickly and will smash every bowler in coming days 💥pic.twitter.com/P0spS97aMZ
ત્યારબાદ ત્રીજી ઓવરમાં તેને બીજું જીવતદાન મળ્યું, જ્યારે ફરીદૂન દાઉદઝઈના બોલ પર તેણે મોટો શોર્ટ રમવાનો પ્રયાસ કર્યો. ટાઇમિંગ યોગ્ય ન હોવાથી સ્ક્વેર લેગ તરફ ગયેલો આસાન કેચ અફઘાનિસ્તાનના ફિલ્ડરે છોડી દીધો હતો. આ સમયે તે 11 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો હતો.
આ પણ વાંચો: IND A vs AFG A Live Score: તિલક વર્માની ફિફ્ટી- કુમાર કુશાગ્ર આઉટ, ભારતીય ટીમનો સ્કોર 250-4
મોટો શોર્ટ રમવાની ભૂલ જ પડી ભારે
બે વખત બચવા છતાં, વૈભવ સૂર્યવંશીએ સારી લય મેળવ્યા બાદ ફરીથી મોટો શોર્ટ મારવાનો પ્રયાસ કર્યો અને આ જ ભૂલ તેને ભારે પડી. તે 28 બોલમાં 38 રન બનાવીને ફરીદૂન દાઉદઝઈના બોલ પર ખાલિદ તનીવાલના હાથે કેચ આઉટ થયો હતો.
ટ્રાય નેશન એ સિરીઝમાં અત્યાર સુધી રમેલી 4 મેચોમાં વૈભવ બેટથી ફ્લોપ રહ્યો છે. તેણે 4 મેચમાં 19 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી કુલ 117 રન બનાવ્યા છે. આ સિરીઝમાં તેનો સર્વોચ્ચ સ્કોર 44 રન રહ્યો છે, અને તે હજુ સુધી એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી.
