Loading...

ICC U19 World Cup 2026: ભારત-બાંગ્લાદેશ વચ્ચે મેદાન પર વધ્યો તણાવ; અંડર-19 વર્લ્ડ કપમાં બન્ને દેશના કેપ્ટને હાથ ન મિલાવ્યા; જુઓ વીડિયો

એ નોંધનીય છે કે ગયા વર્ષે એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનના કેપ્ટનોએ ટોસ સમયે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો ત્યારે સિનિયર સ્તરે પણ આવી જ ઘટના બની હતી.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 17 Jan 2026 04:43 PM (IST)Updated: Sat 17 Jan 2026 04:43 PM (IST)
ind-u19-vs-ban-u19-no-handshake-at-toss-in-the-india-vs-bangladesh-u19-world-cup-clash-675674

IND U19 vs BAN U19: T20 વર્લ્ડ કપ 2026ને લઈ BCCI અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. તેની અસર હવે ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી રહી છે. ICC Under-19 વર્લ્ડ કપ-2026ના ગ્રુપ-A ની મેચમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક એવી ઘટના જોવા મળી કે જે મેદાનમાં ભાગ્યે જ જોવા મળે છે. બન્ને ટીમના કેપ્ટને ટોસ ઉછાળ્યા બાદ એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા.

ટોસ બાદ હાથ મિલાવવો નહીં

વાસ્તવમાં, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટોસ દરમિયાન બંને ટીમોના કેપ્ટનોએ હાથ મિલાવ્યો ન હતો, જેના કારણે ક્રિકેટ જગતમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. 17મી જાન્યુઆરીએ ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમાયેલી આ મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

બાંગ્લાદેશના નિયમિત કેપ્ટન મોહમ્મદ અઝીઝુલ હકીમ તમીમ બીમારીને કારણે બહાર થઈ ગયો હતો અને તેના સ્થાને ટોસ માટે વાઈસ-કેપ્ટન જવાદ અબરારને લેવામાં આવ્યા હતા.

આયુષ મ્હાત્રેએ ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. ટોસ દરમિયાન કેપ્ટનો વચ્ચે પરંપરાગત હાથ મિલાવવાની ઘટના બની ન હતી, જે કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી. જોકે આ બાબતે બંને ટીમો દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

આ ટ્રેન્ડ એશિયા કપથી શરૂ થયો હતો

એ નોંધનીય છે કે ગયા વર્ષે એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનના કેપ્ટનોએ ટોસ સમયે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો ત્યારે સિનિયર સ્તરે પણ આવી જ ઘટના બની હતી. વધુમાં તાજેતરના સમયમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવના અહેવાલો આવ્યા છે.