Loading...

Indian Team Hit 69 Sixes: ટીમ ઈન્ડિયાએ T20 મેચમાં ઈગ્લેન્ડનો સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ પોતાના નામે કર્યો, ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં નવો કીર્તિમાન બનાવ્યો

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં કુલ 69 છગ્ગા ફટકાર્યા, જેમાં અંતિમ મેચમાં 23 છગ્ગાનો સમાવેશ થાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 01 Feb 2026 12:15 AM (IST)Updated: Sun 01 Feb 2026 12:15 AM (IST)
indian-team-hit-69-sixes-against-new-zealand-in-5-match-t20i-series-most-by-any-team-broke-england-record-683285

IND vs NZ T20I: T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 5 મેચની T20 શ્રેણી 4-1 થી પોતાના નામે કરી લીધી છે.છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 271 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પણ ન્યુઝીલેન્ડની ટીમ 225 રનમાં આઉટ થઈ જતા ભારતીય ટીમને 46 રનથી જીત મળી હતી. આ મેચમાં ઈશાન કિશનના બેટ પર 103 રનની શાનદાર સદી જોવા મળી હતી જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ 63 રનની ઇનિંગ રમી હતી.

ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં કુલ 69 છગ્ગા ફટકાર્યા
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં કુલ 69 છગ્ગા ફટકાર્યા, જેમાં અંતિમ મેચમાં 23 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જ પાંચ મેચની બીજી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં એક ટીમ દ્વારા સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ સ્થાપિત થયો હતો. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો, જેણે વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં કુલ 64 છગ્ગા ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાએ હવે આ રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

5 મેચની T20I શ્રેણીમાં સૌથી વધુ સિક્સર ફટકારનારી ટીમ
ભારત - ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 69 છગ્ગા (2026)
ઇંગ્લેન્ડ - વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 64 છગ્ગા (2023)
ઓસ્ટ્રેલિયા - વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 64 છગ્ગા (2025)