IND A vs AFG A Live Cricket Score: ટ્રાય નેશન એ સિરીઝ 2026 (Tri-Nation A Series 2026) માં સતત બે મેચમાં હારનો સામનો કર્યા બાદ, ઇન્ડિયા A ટીમે (India A Team) આજે અફઘાનિસ્તાન A ટીમ (Afghanistan A Team) ને 101 રનથી હાર આપી છે. 320 રનના ટાર્ગેટને ચેઝ કરતા અફઘાનિસ્તાન A ટીમ 218 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. નિશાંત સિંધુએ 4 વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાને ટોસ જીત્યો, બોલિંગ લીધી
અફઘાનિસ્તાન A ટીમે ટોસ જીતીને ભારત A ટીમ સામે બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વૈભવ સૂર્યવંશીની ભારત A ટીમ પ્રથમ બેટિંગ કરશે. ભારત તરફથી વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્યએ ઇનિંગની શરૂઆત કરી છે. જ્યારે, ફરીદૂન દાઉદઝાઈએ અફઘાનિસ્તાન A માટે પહેલી ઓવર ફેંકી હતી.
ભારતની ઝડપી શરૂઆત, 6 ઓવરમાં 53 રન
ઇનિંગની શરૂઆતમાં ભારત તરફથી વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્ય મેદાને ઉતર્યા, અને ઝડપી શરૂઆત કરતા પહેલી ઓવરથી સાત રન અને 4 ઓવરમાં સુધીમાં 27 રન છે ફટકાર્યા. માત્ર છ ઓવરમાં, વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્યની જોડીએ અનુક્રમે 26 અને 27 રન બનાવીને 50 રન ફટકાર્યા છે. 6 ઓવરમાં ભારતનો સ્કોર 53 રન છે.
વૈભવ સૂર્યવંશી આઉટ, ભારતનો સ્કોર-103/1
8મી ઓવરના છેલ્લા બોલ પર વૈભવ સૂર્યવંશી 28 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. ખાલિદ તનવાલે તેને કવર પોઈન્ટ પર શોર્ટ બોલ પર કેચ કરાવ્યો. ભારતે 8 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા. બીજી તરફ ટીમ ઈન્ડિયા માટે ઇનિંગ ઓપન કરનાર પ્રિયાંશ આર્યએ માત્ર 34 બોલમાં ફિફ્ટી ફટકારી અને ટીમ ઈન્ડિયાને 100 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી. તેમને રુતુરાજ ગાયકવાડનો સાથ મળ્યો, જેમણે 13 રન બનાવ્યા.
ઋતુરાજ-પ્રિયાંશ પણ આઉટ થયા, સ્કોર 129-3
ભારતીય ટીમને વધુ બે ઝટકા લાગ્યા છે. ઋતુરાજ ગાયકવાડ 31 બોલમાં 30 રન તથા પ્રિયાંશ આર્ય 42 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 129 રન છે. પ્રિયાંશ આર્ય ફિફ્ટી ફટકાર્યા બાદ આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 15 ઓવર પછી 2 વિકેટે 115 રન હતો.
તિલક વર્માની ફિફ્ટી-કુશાગ્ર આઉટ, સ્કોર 250-4
તિલક વર્માએ અફઘાનિસ્તાન સામે શાનદાર ફિફ્ટી ફટકારી છે. આ સાથે, ટીમ ઈન્ડિયાનો સ્કોર પણ 250 રનને પાર કરી ગયો છે. બીજી તરફ કુમાર કુશાગ્ર 58 રન બનાવીને આઉટ થયા હતા. 38મી ઓવરમાં ફરીદૂની 5મા બોલ પર શોટ રમવાનો પ્રયાસ કરતા કુશાગ્ર ક્લીન બોલ્ડ થયો. ટીમનો સ્કોર હાલમાં 4 વિકેટે 250 રન છે.
ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 320 રનનો ટાર્ગેટ
અફઘાનિસ્તાન A ટીમ સામે પ્રથમ બેટિંગ કરતા, ભારત A ટીમે 8 વિકેટ ગુમાવીને 319 રન બનાવ્યા. ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે, ભારતીય ટીમે કોઈપણ કિંમતે અફઘાનિસ્તાનને 320 રન સુધી મર્યાદિત રાખવું પડશે. ટીમ ઈન્ડિયાને સૂર્યાંશ શેડગેના રૂપમાં પાંચમો ફટકો પડ્યો હતો. તેના પછી બેટિંગ કરવા માટે નિશાંત સિંધુ આવ્યો હતો.
અફઘાનિસ્તાનની ઈનિંગ
અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. 25 રન પર તેની પહેલી અને 46 રન પર બીજી વિકેટ પડી ગઈ હતી. 27.1 ઓવરમાં 5 વિકેટના નુકાસાને અફઘાનિસ્તાને 174 રન બનાવી લીધા છે.
- જો ઇન્ડિયા હારશે: જો ભારતીય ટીમ આજે હારશે, તો તે ફાઇનલ માટે ક્વોલિફાય નહીં કરી શકે. ત્યારબાદ ફાઇનલ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે.
- જો ઇન્ડિયા જીતશે: જો આજે ઇન્ડિયા જીતી જશે, તો તે ફાઇનલની રેસમાં જળવાઈ રહેશે અને તેના 4 પોઈન્ટ થઈ જશે.
આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશી વિવાદમાં; શ્રીલંકન ખેલાડી સાથે મેદાન પર કરી ધક્કામુક્કી, ડેબ્યૂ પહેલા થઈ શકે છે સજા?
IND A vs AFG A: આજની મેચ માટે Playing 11
- Indian A Squad: તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, પ્રિયાંશ આર્ય, આયુષ બદોની, કુમાર કુશાગ્ર, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, અંશુલ કંબોજ, અનુકૂળ રોય, નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, અશોક શર્મા, વિપ્રાજ નિગમ અને યશ ઠાકુર.
- Afghanistan A Squad: ઈમરાન મીર (કેપ્ટન), મોહમ્મદ ઈસહાક (વિકેટકીપર), હસન ઈસાખિલ, ખાલિદ તનીવાલ, બહીર શાહ, ફરમાનુલ્લાહ સફી, એજાઝ અહેમદ અહેમદઝઈ, શમ્સ ઉર રહેમાન, અબ્દુલ્લાહ અહેમદઝઈ, ઝહીર ખાન, ખલીલ ગુરબાઝ, નૂર ઉલ રહેમાન, ફરીદૂન દાઉદઝઈ, ઈસહાક રહીમી, ફૈઝલ ખાન અહેમદઝઈ અને મોહમ્મદ ઇબ્રાહિમ.
