Chandra Grahan 2026 Date Time: વર્ષ 2026 ખગોળીય ઘટનાઓને લઈ ખાસ બની રહેવા જઈ રહ્યું છે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2025ની માફક જ આ વર્ષે પણ કૂલ બે ચંદ્ર ગ્રહણ(Lunar Eclipse) અને બે સૂર્યગ્રહણ (Solar Eclipse) લાગશે.
આજે આપણે વર્ષ 2026માં આગામી એટલે કે પહેલા ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2026)અંગે માહિતી આપી રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના પહેલા Chandra Grahan સમયે દુનિયાના અનેક હિસ્સામાં બ્લડ મૂન (Blood Moon)નો નજારો જોવા મળશે. પણ શું ભારતમાં આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ જોવા મળશે?
વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે થશે?(Chandra Grahan 2026 Date And Time)
વર્ષ 2026નું પ્રથમ પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026-મંગળવારે લાગશે. આ ગ્રહણ બપોરે 2:16 વાગે શરૂ થશે અને સાંજે 6:24 વાગ્યા સુધી ચાલશે.
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે?
આ ખગોળીય ઘટના શરૂઆતથી અંત સુધી પશ્ચિમ ઉત્તર અમેરિકાથી પૂર્વ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ અને ઉત્તર જાપાન સુધી સ્પષ્ટપણે જોવા મળશે. આ ઉપરાંત ચંદ્રગ્રહણના કેટલાક તબક્કા ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પૂર્વ એશિયા અને પેસિફિકમાં પણ દેખાશે. સમય અને તારીખ પ્રમાણે આ ચંદ્રગ્રહણ યુરોપમાં દેખાશે નહીં.
શું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે?
વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ સહિત પૂર્વ ભારતમાં સૌથી અદભુત ચંદ્રગ્રહણ જોવા મળશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પૂર્વીય ભાગો તેમજ કોલકાતા, ગુવાહાટી, ઇટાનગર અને ઐઝોલ જેવા શહેરોમાં પણ ચંદ્રગ્રહણ જોવા મળશે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, લખનઉ અને જયપુર, અમદાવાદ જેવા શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ દેખાશે.
સૂતક કાળ ક્યારે છે?
ભારતમાં હિન્દુ ધર્મમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન કોઈ પ્રાર્થના કરવામાં આવતી નથી અને મંદિરના દરવાજા બંધ રહે છે. આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થશે.
