Chandra Grahan 2026 Date and Time: ફાલ્ગુન પૂર્ણિમાએ ઉજવાતો હોળીનો તહેવાર આ વર્ષે વિશેષ ખગોળીય સંયોગ સાથે આવી રહ્યો છે. 2026માં હોળી પર ચંદ્રગ્રહણ અને ભદ્રા કાળનો પ્રભાવ રહેશે. મહત્વની બાબત એ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં સ્પષ્ટપણે દેખાશે અને તેના કારણે સૂતક કાળ પણ માન્ય ગણાશે. આવી સ્થિતિમાં હોલિકા દહનનો શુભ સમય અને ગ્રહણનો સમયગાળો જાણવો જરૂરી બની જાય છે.
3 માર્ચ 2026ના રોજ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ
ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ માર્ચ 3 માર્ચ 2026ના રોજ થશે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે અને ભારત સહિત યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા ખાતે દેખાશે. ચંદ્રગ્રહણનો સમય સાંજે 6:26 થી 6:46 સુધીનો રહેશે. ગ્રહણનો કુલ સમયગાળો 20 મિનિટનો રહેશે.
સૂતક કાળ ક્યારે શરૂ થશે?
જ્યોતિષીઓ મુજબ, સૂતક કાળ 3 માર્ચે સવારે 9:39 વાગ્યે શરૂ થશે. આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો, નવા કાર્યનો આરંભ, યાત્રા તથા ધાર્મિક વિધિઓ ટાળવા સૂચન આપવામાં આવે છે.
આ પણ વાંચો
ભદ્રા કાળનો સમય
હોલિકા દહનના દિવસે ભદ્રા કાળ સવારે 1:25 થી 4:30 સુધી રહેશે. ભદ્રા દરમિયાન હોલિકા દહન કરવું શુભ માનવામાં આવતું નથી, તેથી શુભ મુહૂર્તમાં જ હોલિકા દહન કરવું.
ફાલ્ગુન પૂર્ણિમા તિથિ
ફાલ્ગુન પૂર્ણિમા તિથિ 2 માર્ચ સાંજે 5:55 વાગ્યે શરૂ થશે અને 3 માર્ચ સાંજે 5:07 વાગ્યે પૂર્ણ થશે.
હોલિકા દહનનો શુભ મુહૂર્ત
ચંદ્રગ્રહણ 6:46 વાગ્યે પૂર્ણ થશે. ત્યારબાદ હોલિકા દહન માટે શુભ સમય 3 માર્ચ સાંજે 6:25 થી 8:50 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન હોલિકા દહન તથા સંબંધિત ધાર્મિક વિધિઓ કરી શકાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મુખ્ય તહેવાર પર પડતા ગ્રહણને સામાન્ય ઘટના માનવામાં આવતું નથી. તેની અસર દેશ-દુનિયા તેમજ વ્યક્તિગત જીવન પર પણ પડી શકે છે, તેથી વિધિ-વિધાનમાં સાવચેતી રાખવી આવશ્યક છે.
ગ્રહણ દરમિયાન અને પછી રાખવાની કાળજી
- ગ્રહણ દરમિયાન હોળી સંબંધિત કોઈપણ ધાર્મિક વિધિઓ ન કરવી.
- ગ્રહણ સમયે ખોરાક બનાવવો અથવા શાકભાજી કાપવી ટાળવી.
- ગ્રહણ પૂર્ણ થયા બાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો.
- નકારાત્મકતા દૂર કરવા દાન કરવું શુભ માનવામાં આવે છે.
- ગ્રહણ પછી પૂજાખંડ સાફ કરી દેવતાઓને સ્નાન કરાવવું.
- પોતે સ્નાન કર્યા બાદ હોલિકા દહન અને અન્ય વિધિઓ કરવી.
