VIRAL VIDEO: નૈનીતાલના બાળકની ટેલેન્ટ પર આનંદ મહિન્દ્રા ઓળઘોળ, પૂછ્યું- 'આને વિશ્વનો શ્રેષ્ઠ જાદુગર કેમ ના બનાવાય?'

આનંદ મહિન્દ્રાએ નાનકડા ટેણીયાને અભ્યાસ અને જાદુની કળામાં આગળ વધવા માટે ઑફર કરી. યુઝર્સ પાસે બાળકના માતા-પિતાની માહિતી માંગી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Jun 2026 05:08 PM (IST)Updated: Fri, 05 Jun 2026 05:08 PM (IST)
viral-video-anand-mahindra-praises-young-boy-in-nainital-offers-help-to-build-his-magician-dream
HIGHLIGHTS
  • બાળકનો બુલંદ આત્મવિશ્વાસ અને હાથની ચાલાકી જોઈ લોકો પણ દંગ

Anand Mahindra Supports Nainital Kid: સોશિયલ મીડિયા પર અવારનવાર અદભૂત પ્રતિભાઓના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલીક પ્રતિભા દિગ્ગજ ઉદ્યોગપતિઓનું પણ ધ્યાન ખેંચતી હોય છે.

તાજેતરમાં મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ નૈનીતાલના એક અત્યંત પ્રતિભાશાળી નાના સ્ટ્રીટ મેજિશિયન (શેરી જાદુગર)નો વીડિયો શેર કર્યો છે. આ બાળકની જાદુ કરવાની અનોખી શૈલી અને આત્મવિશ્વાસથી આનંદ મહિન્દ્રા એટલા પ્રભાવિત થયા છે કે, તેમણે આ બાળકને ભવિષ્યમાં વિશ્વનો શ્રેષ્ઠ જાદુગર બનાવવા માટે મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

હાથની સફાઈ અને અદભૂત કરતબ

વાયરલ થયેલા વીડિયોમાં આ નાનો જાદુગર સ્ટીલની બે નાની વાટકી અને નાના લાલ રંગના બોલ સાથે જાદુ કરતો જોવા મળે છે. તે અત્યંત ઝડપથી કપ ફેરવીને બોલને ગાયબ કરે છે અને ફરીથી બીજા કપ નીચેથી પ્રગટ કરે છે. તેની હાથની ચપળતા (sleight of hand) અને પ્રેક્ષકોનું ધ્યાન ભટકાવવાની કળા એટલી સચોટ છે કે, જોનારા પણ દંગ રહી જાય છે. તેની રજૂઆત કરવાની શૈલી અને આત્મવિશ્વાસે લાખો ઇન્ટરનેટ યુઝર્સના દિલ જીતી લીધા છે.

— anand mahindra (@anandmahindra) June 5, 2026

આનંદ મહિન્દ્રાએ મદદ માટે માંગી વિગતો

આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કરતા લખ્યું કે, 'આ છોકરો ખૂબ જ પ્રતિભાશાળી છે. શું આ બાળક હજુ પણ નૈનીતાલની શેરીઓમાં કામ કરી રહ્યો છે?.

ઉદ્યોગપતિએ સ્પષ્ટ કર્યું કે, તેઓ આ બાળકને માત્ર તેના અભ્યાસમાં જ નહીં, પરંતુ જાદુ પ્રત્યેની તેની રુચિને પ્રોત્સાહન આપવામાં પણ આર્થિક અને અન્ય રીતે મદદ કરવા માંગે છે. તેમણે આશા વ્યક્ત કરી કે, યોગ્ય પ્રોત્સાહન મળે તો આ બાળક વિશ્વના મહાન જાદુગરોમાં સ્થાન મેળવી શકે છે.

પરિવારનો સંપર્ક કરાવવા અપીલ

આનંદ મહિન્દ્રાએ તેમના ફોલોઅર્સને વિનંતી કરી છે કે, જો કોઈ આ બાળક અથવા તેના માતા-પિતા વિશે જાણતું હોય તો તેમનો સંપર્ક કરાવવામાં મદદ કરે. આનંદ મહિન્દ્રા અવારનવાર દેશના ખૂણેખૂણે છુપાયેલી આવી અસાધારણ પ્રતિભાઓને સોશિયલ મીડિયા પર સ્થાન આપી તેમને પ્રોત્સાહિત કરતા હોય છે.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો આનંદ મહિન્દ્રાની આ ઉદારતાની પ્રશંસા કરી રહ્યા છે અને ભારતમાં છુપાયેલી આવી અનેક પ્રતિભાઓને પ્લેટફોર્મ મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.