VIRAL VIDEO: આજના મોબાઈલ-ઈન્ટરનેટ યુગમાં સોશિયલ મીડિયામાં દરરોજ અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. જે પૈકી કેટલાક વીડિયો એવા પણ હોય છે, જેને જોઈને આપણું મગજ ચકરાવે ચડી જાય છે. અમુક એવા વીડિયો પણ વાયરલ થઈ જાય છે, તેના પર આપણને સહેજ પણ વિશ્વાસ નથી બેસતો, તો કેટલાક વીડિયો સીધા દિલને સ્પર્શે છે.
અત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેને જોઈને વધુ એકવાર તમારું મગજ જરૂર ચકરાવે ચડી જશે, કારણ કે આ વીડિયોમાં એક વ્યક્તિ વરરાજા અને કન્યા પર બે હાથે પૈસા લૂંટાવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વર-કન્યા સ્ટેજ પર બેઠા છે. આ સમયે એક શખ્સ સ્ટેજ પર જઈને વર-કન્યાની પાછળ પહોંચી જાય છે. જે બાદ વર-કન્યા પર 10-10 રૂપિયાની નોટોનો વરસાદ કરવા લાગે છે. જે સ્ટાઈલમાં વ્યક્તિ બે હાથે પૈસા ઉડાવે છે, તેને જોઈને બે ઘડી માટે એવું લાગે છે કે, જાણે તે ATM મશીન જ લઈને આવ્યો હોય. આટલું જ નહીં, આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં લોકપ્રિય હરિયાણવી ગીત "છોરી ઐસે-ઐસે ખર્ચે મેં રોજ કરું શું' વાગી રહ્યું છે.
અંબાણીના નોકરનો સબંધી લગ્નમાં આવી ચડ્યો
આ વીડિયો પર યુઝર્સ દ્વારા તરહ-તરહની કોમેન્ટ કરવામાં આવી રહી છે. એક યુઝર્સે લખ્યું છે કે, ભાઈ 500-500ની નોટો ઉડાડ,તો હિસાબ જલ્દી પતી જાય. એક યુઝર્સે લખ્યું કે, આ તો કન્યાનો બૉયફ્રેન્ડ લાગે છે. એક યુઝર્સે લખ્યું કે, નોટો ઉડાડતો શખ્સ અંબાણીના નોકરનો સબંધી લાગી રહ્યો છે, તો એક યુઝર્સે લખ્યું કે, ભાઈ નોટ નહીં, પરંતુ વ્યક્તિનું દિલ જુઓ.
