અજબ પ્રેમ કી ગજબ કહાનીઃ બે બાળકોની માતા કુંવારી સહેલીના પ્રેમમાં પડી, સમાજની પરવા છોડી મંદિરમાં જઈને લગ્ન કરી લીધા

સંધ્યાદેવીનો પતિ બહારગામ રહીને ખાનગી નોકરી કરે છે, જ્યારે તેને સંતાનમાં 12 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો પણ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 06 Apr 2026 08:34 PM (IST)Updated: Mon, 06 Apr 2026 08:34 PM (IST)
omg-news-viral-love-story-two-women-marriage-in-temple-in-india
HIGHLIGHTS
  • અષ્ટભુજી મંદિરમાં પહોંચીને ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કર્યાં
  • બક્સરના રામેશ્વરનાથ મંદિરમાં એકબીજાને માળા પહેરાવતા ગ્રામજનો જોતા જ રહી ગયા

OMG News: બિહારના બક્સર જિલ્લામાં એક અજીબ પ્રેમકહાનીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. હકીકતમાં અહીં બે યુવતીઓ સામાજિક પરંપરાઓને તિલાંજલિ આપીને લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. આ અનોખા લગ્નએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી મૂકી છે.

આ અનોખા લગ્નમાં સંધ્યા દેવી નામની યુવતીના વર્ષ 2010માં અતવારું યાદવ નામના યુવક સાથે લગ્ન થયા હતા. આ લગ્ન થકી તેને સંતાનમાં 12 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો એમ બે બાળકો પણ છે. જ્યારે તેનો પતિ બહારગામ રહીને ખાનગી નોકરી કરી રહ્યો છે. બીજી યુવતી રુબીકુમારી કુંવારી છે.

સંધ્યા અને રુબી છેલ્લા 15 દિવસથી સાથે જ રહીને સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવતી હતી. આ દરમિયાન બન્ને વચ્ચેની મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી તેનો તેમને ખ્યાલ જ ના રહ્યો. આખરે તેમને સમાજની ચિંતા કર્યાં વિના લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો.

ગત 4 એપ્રિલે સંધ્યા અને રુબીએ વિદ્યાંચલ સ્થિત અષ્ટભૂજી મંદિરમાં પહોંચીને ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરી લીધા છે. જે બાદ બન્ને બહેનપણીઓ બક્સર પરત ફરી અને રામેશ્વરનાથ મંદિરમાં એકબીજાને માળા પહેરાવીને લગ્નની વિધિ સંપન્ન કરીને ભગવાનના આશીર્વાદ પણ લીધા હતા.

આ સમયે મંદિર પરિસરમાં ઉપસ્થિત લોકો બન્ને બહેનપણીના લગ્નનું દ્રશ્ય નિહાળીને દંગ થઈ ગયા હતા. બીજી તરફ પોતાના નિર્ણયને લઈને બન્ને યુવતીઓ બિન્દાસ્ત જોવા મળી હતી. કેટલાક લોકો આને વ્યક્તિગત સ્વતંત્રતા અને બદલાઈ રહેલા સમય પ્રમાણેની માંગ ગણાવી રહ્યા છે. બીજી તરફ સમાજનો એક વર્ગ બન્નેના લગ્નને પારંપારિક મૂલ્યોની વિરુદ્ધ ગણાવી રહ્યો છે. હાલ તો આ અજબ પ્રેમ કી ગજબ કહાની બક્સરમાં ટૉક ઑફ ધી ટાઉન બની છે.