લગ્નની ચોરીમાં અચાનક આવી ચડેલો યુવક દુલ્હન બનેલી સાળીની સેંથીમાં સિંદૂર ભરીને ભાગ્યો, વરરાજા સહિત ઉપસ્થિત સૌ મહેમાનો સ્તબ્ધ

ઓચિંતી બનેલી ઘટના બાદ વરરાજાએ લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો. બન્ને પક્ષના વડીલોએ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વરરાજા ટસના મસ ના થતાં જાન લીલા તોરણે પાછી ફરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 17 May 2026 10:10 PM (IST)Updated: Sun, 17 May 2026 10:12 PM (IST)
bihar-omg-news-unexpected-wedding-event-bride-maang-filled-with-vermilion-by-her-brother-in-law
AI Image
HIGHLIGHTS
  • સારણ જિલ્લાના મઢૌરા સ્થિત શિલ્હોરી મંદિરમાં લગ્ન સમારંભમાં બનેલી ઘટના
  • પોતાના ખિસ્સામાંથી ડબ્બી કાઢીને દુલ્હનની સેંથીમાં સિંદૂર ભરીને યુવક ભાગ્યો

Bihar OMG News: બિહારના સારણ જિલ્લાના મઢૌરા સ્થિત જાણીતા શિલ્હોરી મંદિરમાં આયોજિત એક લગ્ન સમારંભમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્નની વિધિ દરમિયાન કન્યાના બનેવીએ મંડપમાં ઘૂસીને દુલ્હનની સેંથીમાં સિંદૂર પૂરી દેતા ખળભળાટ મચી ગયો હતો.

યુવકે પોતાના ખિસ્સામાં રહેલી ડબ્બીમાંથી સિંદૂર કાઢીને દુલ્હનની સેંથીમાં ભર્યું

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નરહરપુરમાં રહેતા વિનીતકુમાર જાન લઈને મઢૌરા સ્થિત શિલ્હોરી મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં મંદિરના પટાંગણમાં મંડપમાં લગ્નની વિધિઓ ચાલી રહી હતી. કન્યાદાનની વિધિ પૂરી થયા બાદ સિંદૂર પુરવાની વિધિની તૈયારીઓ થતી હતી.

આ સમયે અચાનક કન્યાનો પિતરાઈ બનેવી મંડપમાં ઘુસી ગયો હતો. લોકો કંઈ સમજે તે પહેલા જ આવેલ યુવકે પોતાની પાસે રહેલી સિંદૂરની ડબ્બી ખોલીને કન્યાની સેથીમાં ભરીને આંખના પલકારામાં ભાગી છૂટ્યો. આ દ્રશ્ય જોઈને મંડપમાં રહેલા વર-કન્યાના પરિવારજનો સહિત ઉપસ્થિત મહેમાનો સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.

જાન લીલા તોરણે પાછી ફરી

વર પક્ષના લોકોએ આ ઘટના બાદ લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ કન્યા પક્ષના લોકો પણ શર્મશાર જોવા મળ્યા હતા. બન્ને પક્ષોના વડીલોએ સમાધાન માટે પ્રયાસ કરી જોયા હતા. જો કે વરરાજા ટસના મસ ના થતા આખરે લગ્નની વિધિઓ અધૂરી રાખીને જાન લીલા તોરણે પાછી ફરી હતી.

આ અંગે મઢૌરા પોલીસ મથકના PIએ જણાવ્યું કે, હજુ સુધી આ ઘટના અંગે કોઈ પણ પક્ષ તરફથી લેખિત ફરિયાદ નથી મળી. જો ફરિયાદ મળશે, તો આગળની કાયદેસરની કાર્યવાહી કારવામાં આવશે.