OMG: સઉદી અરબના સૌથી વયસ્ક વ્યક્તિનું 142 વર્ષની વયે નિધન, 110માં વર્ષે અંતિમ નિકાહ કરીને પુત્રીના પિતા બન્યા હતા

નાસિર અલ વદઈ ધાર્મિક વ્યક્તિ હતા, તેઓ પોતાના 142 વર્ષના જીવન દરમિયાન 40થી વધુ વખત હજ અદા કરી હતી. તેઓ હંમેશા સબંધોને જ સૌથી વધુ પ્રાધાન્ય આપતા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 15 Jan 2026 05:31 PM (IST)Updated: Thu, 15 Jan 2026 05:31 PM (IST)
omg-news-saudi-arabia-oldest-man-nasser-al-wadaei-death-at-142-years
HIGHLIGHTS
  • નાસિર બિન રદાન અલ રાશિદ અલ વદઈનો 134 બાળકો સાથેનો વિશાળ પરિવાર

OMG News: સઉદી અરબના સૌથી વયસ્ક મનાતા વ્યક્તિ નાસિર બિન રદાન અલ રાશિદ અલ વદઈનું 142 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તેમના જનાજાની નમાઝ દક્ષિણ સઉદી અરબના ધહરાન અલ જનૂબમાં અદા કરવામાં આવી હતી. જે બાદ નાસિર બિન રદાન અલ રાશિદને તેમના પૈતૃક ગામ અલ રાશિદમાં સૂપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. આ સમયે લગભગ 7 હજારથી વધુ લોકો તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.

નાસિર અલ વદઈએ કિંગ અબ્દુલ અજીજથી માંડીને વર્તમાન બાદશાહ કિંગ સલમાન સુધીનો યુગ નિહાળ્યો છે. તેમનું જીવન સઉદીઅરબના સામાજિક, રાજનીતિક અને આર્થિક પરિવર્તનોનું જીવતુ જાગતું ઉદાહરણ માનવામાં આવે છે. લોકો તેમને એ પેઢીના અંતિમ સાક્ષી ગણાવે છે, જેમણે સઉદી અરબને કબીલાઈ સમાજથી આધુનિક રાષ્ટ્ર બનતા જોયો હોય.

પરિવારજનોના જણાવ્યા મુજબ, નાસિર અલ વદઈ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા. તેમણે પોતાના જીવનમાં 40થી વધુ વાર હજ અદા કરી છે, જે ખૂબ જ મોટી વાત છે. એવું કહેવાય છે કે, તેમણે 110 વર્ષની વયે પોતાના અંતિમ નિકાહ કર્યાં હતા. આ નિકાહ થકી તેઓ એક પુત્રીના પિતા પણ બન્યા.

તેમના પરિવારમાં કુલ મળીને 134 જેટલા બાળકો અને પૌત્ર-પૌત્રીઓ છે. આટલા વિષાણ પરિવાર સાથે નાસિર અલ વદઈએ એક લાંબુ અને સંતુલિત જીવન જીવી ગયા છે. તેઓ હંમેશા સબંધોને સૌથી વધુ પ્રાધાન્ય આપતા હતા.

— Baba Banaras™ (@RealBababanaras) January 15, 2026

નાસિર અલ વદઈના નિધનના સમાચાર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘણાં યુઝર્સે લખ્યુ છે કે, નાસિર અલ વદઈ માત્ર વ્યક્તિ જ નહતા, પરંતુ તેઓ સઉદી અરબના ઈતિહાસનું હરતુ-ફરતુ પુસ્તક હતા.