પ્રેમમાં ઊંચાઈ નહીં, હ્રદય જોવાયઃ નાના કદના શશિ અને મુસ્લિમ યુવતીની એક અનોખી પ્રેમકથાએ જીત્યા સૌના દિલ

સમાજ અને પરિવારજનોના વિરોધ અને જાનનું જોખમ જણાતા નવપરિણીત યુગલે પોલીસ મથકે પહોંચી મદદ માંગી. યુવતી બોલી- 'હું કોઈ પણ ભોગે શશિને નહીં છોડું'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Apr 2026 07:34 PM (IST)Updated: Wed, 08 Apr 2026 07:34 PM (IST)
omg-news-love-beyond-height-and-religion-andhra-couple-defies-society-for-marriage
HIGHLIGHTS
  • ધો.9માં ભણતી વખતે શરૂ થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી

OMG News: આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમમાં એક હ્રદયસ્પર્શી પ્રેમ કહાની સામે આવી છે. જેમાં એક યુવતીએ સમાજ અને પરિવારના વિરોધ છતાં નાના કદના યુવકને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો છે.

રાજૂપેટામાં રહેતા વેમુલા શશિ અને મુસ્લિમ યુવતી સ્કૂલમાં અભ્યાસ કરવા દરમિયાન એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ધો.9માં અભ્યાસ કરતી વખતે શરૂ થયેલી તેમની મિત્રતા આખરે ગાઢ પ્રેમમાં પરિણમી ગઈ. જો કે યુવક વેમુલા શશિની ટૂંકી હાઈટ હોવા છતાં યુવતીએ તેના સ્વભાવ અને વિશ્વાસને પ્રાથમિક્તા આપી.

વેમુલા શશિ જિલ્લા કોર્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યો છે, જ્યારે યુવતી મેડિકલ સ્ટોરમાં કામ કરી છે. બન્ને આત્મનિર્ભર બનતા આખરે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે આ અનોખા પ્રેમી યુગલને પરિવાર અને સમાજના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે બન્નેની ઊંચાઈ (Height) જ નહીં, પરંતુ ધર્મ પણ અલગ-અલગ-અલગ હતા.

પરિવારજનોના વિરોધ અને જાનનું જોખમ જણાતા આ નવપરિણીત યુગલ ઈનુકુદુરુપેટા પોલીસ સ્ટેશન પહોંચી ગયુ અને સુરક્ષાની માંગ કરી છે. યુવતીએ જણાવ્યું કે, તે 9માં ધોરણથી શશિને પ્રેમ કરે છે અને કોઈ પણ ભોગે તેનો સાથ નહીં છોડે.