Neena Gupta Viral Photos: 66ની વયે નીના ગુપ્તાનો નવો 'મસલ મૉમી' અવતાર, સાડીમાં ટૉન્ડ બાઈસેપ્સ બતાવી સોશિયલ મીડિયામાં છવાઈ

મસ્ક્યુલર અવતારમાં નીના ગુપ્તાની બૉડી અને સ્ટ્રોન્ગ પર્સનાલિટી સ્પષ્ટ જોઈ શકાય છે. ફેન્સે કોમેન્ટમાં લખ્યું- આતો માત્ર નીના ગુપ્તા જ કરી શકે, તેના આત્મવિશ્વાસનો કોઈ જવાબ નથી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 15 Jan 2026 04:59 PM (IST)Updated: Thu, 15 Jan 2026 05:04 PM (IST)
bollywood-actress-neena-gupta-muscle-look-ai-image-goes-viral-on-social-media
HIGHLIGHTS
  • નીના ગુપ્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં શેર કરેલી તસવીરો જોઈ ફેન્સના હોશ ઉડ્યા

Neena Gupta Viral Photos: બૉલિવૂડની સીનિયર અને બિન્દાસ્ત અભિનેત્રી નીના ગુપ્તા હંમેશા પોતાના બેબાક વિચાર માટે જાણીતી છે. નીના ગુપ્તાએ માત્ર પડદા પર દમદાર ભૂમિકા થકી સૌ કોઈના દિલ જીત્યા હોય તેવું નથી. નીનાએ અંગત જીવનમાં પણ પોતાના કેટલાક ચોંકાવનારા નિર્ણયો થકી સમાજના વિચારને પડકાર ફેંક્યો છે. આ અભિનેત્રી અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક શેર કરતી રહે છે, જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે.

તાજેતરમાં જ નીના ગુપ્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેણે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. હકીકતમાં આ તસ્વીરો આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં નીના ગુપ્તા એકદમ ફિટ અને મ્સ્ક્યુલર અવતારમાં જોવા મળી રહી છે. 66 વર્ષની વયે નીના ગુપ્તાનો આ પ્રકારનો અંદાજ જોઈને ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે.

'મસમ મૉમી' અવતારમાં નીના ગુપ્તાના આત્મવિશ્વાસનો કોઈ જવાબ નહીં
નીના ગુપ્તાએ આ તસવીરોની સાથે મજેદાર કેપ્શન લખ્યું છે. જેમાં તેણીએ પોતાના નવા 'મસલ મૉમી' અવતારનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ નીના ગુપ્તાએ META AIનો આભાર માનવા સાથે ફેન્સને પણ આવી જ તસવીરો બનાવીને શેર કરવાની અપીલ કરી છે. નીના ગુપ્તાનો આ મજાકિયો તેમજ આત્મવિશ્વાસ ભર્યો અંદાજ લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

હવે જોન સીના નહીં, જૉન નીના
અભિનેત્રીની આ પોસ્ટ પર ઘણાં લોકો તેની હિંમત અને આત્મવિશ્વાસના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ તેની મજાક ઉડાવવા સાથે કટાક્ષપૂર્ણ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે અભિનેત્રીની ઉંમરને લઈને સવાલ ઉઠાવ્યા છે.

નીના ગુપ્તાની એક મિત્રએ જ કોમેન્ટમાં લખ્યું છે કે, આપણે બે અઠવાડિયાથી નથી મળ્યા. આટલા સમયમાં તને શું થઈ ગયુ. અન્ય એક ફેન્સે કોમેન્ટમાં લખ્યું છે કે, જૉન સીના નહીં, હવે જૉન નીના..અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, માત્ર નીનાજી જ આવું કંઈક બૉલ્ડ કરી શકે છે. ભલે નેગેટિવ પ્રતિક્રિયા મળી રહી હોય, આમ છતાં મોટાભાગના ફેન્સ અભિનેત્રીના આત્મવિશ્વાસને સલામ કરી રહ્યા છે.

જો આ તસવીરોની વાત કરીએ તો, નીના ગુપ્તા ઘરે યોગ કરતી જોવા મળી રહી છે. સ્વીલેસ ટૉપમાં અભિનેત્રીના ટોન્ડ બાઈસેપ્સે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. બીજી તસવીરમાં અભિનેત્રી સાડી પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં પણ નીના ગુપ્તાની બૉડી અને સ્ટ્રોન્ગ પર્સનાલિટી સ્પષ્ટ જોઈ શકાય છે.

જણાવી દઈએ કે, તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યૂમાં નીના ગુપ્તાએ લગ્ન અને મહિલાઓની સ્વતંત્રતાને લઈને પોતાનો પક્ષ લોકો સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં સશક્ત અને આત્મનિર્ભર સ્ત્રીઓને મોટાભાગે લગ્નને લાયક નથી સમજવામાં આવતી. ઘણાં પુરુષો એવી મહિલાઓથી અંતર જાળવે છે, જે પોતાન પગ પર ઉભી હોય અને આત્મનિર્ભર હોય.