PMFBY:પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની શરૂઆત, 50 લાખથી વધારે ખેડૂતોને મળશે લાભ

PM મોદીએ પશ્ચિમ બંગાળના તરકેશ્વરમાં ₹820 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. તેમણે દેશભરના 9.44 કરોડ ખેડૂતોના ખાતામાં PM કિસાનનો 23મો હપ્તો ₹18,880 કરોડ ટ્રાન્સફર કર્યો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 20 Jun 2026 10:23 PM (IST)Updated: Sat, 20 Jun 2026 10:23 PM (IST)
pradhan-mantri-crop-insurance-scheme-launched-in-west-bengal-more-than-50-lakh-farmers-will-get-benefits

PMFBY: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હુગલી જિલ્લાના તરકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ સમારંભના મંચથી રેલવે, માર્ગ, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય પાલન અને પશુપાલન સાથે સંકળાયેલ રૂપિયા 820 કરોડની વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યો છે.


આ કાર્યક્રમમાં PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધના 23મો હપતો જાહેર કર્યો છે, તે અંતર્ગત દેશભરના 9 કરોડ 44 લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા 18,880 કરોડ ટ્રાન્સફર કર્યાં છે.

 

તેમાં એકલા બંગાળના 45 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં રૂપિયા 900 કરોડથી વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. જેથી રાજ્યમાં આ અંગેની યોજના અંતર્ગત કૂલ વિતરણ રકમ રૂપિયા 15,000 કરોડથી વધારે થઈ ગઈ છે.

 

વર્ષ 2019માં આ યોજનાની શરૂઆત બાદ દેશભરમાં કૂલ વિતરણની રકમ રૂપિયા 4.46 લાખ કરોડથી વધારે થઈ ગઈ છે. આ પ્રથમ વખત છે કે જ્યારે PM મોદીએ બંગાળથી પૂરા દેશ માટે પ્રધાનમંત્ર કિસાન સન્માન નિધિના હપતો રિલીઝ કર્યો છે.