PM Kisan Samman Nidhi Yojana 23rd installment status: દેશભરના કરોડો ખેડૂતો માટે આજે શનિવાર, 20 જૂન, 2026નો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના હેઠળ લાખો ધરતીપુત્રોને મોટી આર્થિક ભેટ આપવામાં આવશે. આ યોજનાના 23મા હપ્તાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા 9.44 કરોડથી વધુ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં આજે ₹18,880 કરોડથી વધુની રકમ સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી જમા કરવામાં આવશે. ખરીફ પાકની સિઝનની શરૂઆતમાં જ આ રકમ મળવાને કારણે ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
પીએમ મોદી પશ્ચિમ બંગાળથી કરાવશે ડિજિટલ ટ્રાન્સફર
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું છે કે, 20 જૂનના આ ખાસ દિવસને દેશભરમાં 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ ભવ્ય અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના તારકેશ્વર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાંથી ડિજિટલ માધ્યમ દ્વારા એક સિંગલ ક્લિક પર આ 23મો હપ્તો દેશના કરોડો ખેડૂતોના ખાતામાં રવાના કરશે.
‘पीएम किसान उत्सव दिवस’ का यह कार्यक्रम पूरे देश के सभी 731 कृषि विज्ञान केंद्रों, 113 आईसीएआर संस्थानों तथा कृषि विश्वविद्यालयों में आयोजित होगा। राज्य स्तर पर भी कार्यक्रम आयोजित किए जाएंगे, जिनमें प्रदेशों के मुख्यमंत्रीगण भाग लेंगे।
लगभग 46 लाख किसान अलग-अलगग स्थानों से… pic.twitter.com/0uaXnJKpPm
કૃષિ મંત્રીએ આપી વિગતવાર માહિતી
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ યોજનાની સફળતા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, પીએમ-કિસાન યોજના ભારતના નાના અને સીમાંત ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અત્યાર સુધીમાં સફળતાપૂર્વક ચૂકવવામાં આવેલા ૨૨ હપ્તાઓ દ્વારા 9.5 કરોડથી વધુ ખેડૂતોને કુલ ₹4.28 લાખ કરોડથી વધુની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં પહોંચાડવામાં આવી છે. આ સહાયને કારણે ખેડૂતોને બિયારણ, ખાતર અને ખેતીના અન્ય ખર્ચાઓ પૂરા કરવામાં મોટી મદદ મળી છે. હવે, આજના 23મા હપ્તાની રકમ ઉમેરાતા ખેડૂતો આર્થિક રીતે વધુ સશક્ત બનશે.
આ ભૂલોના કારણે હપ્તો અટકી શકે છે: ઇ-કેવાયસી ફરજિયાત
નોંધનીય છે કે, પીએમ કિસાન યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે કુલ ₹6,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે ₹2,000 ના ત્રણ સમાન હપ્તામાં દર ચાર મહિને ચૂકવાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટ્રાન્સફર પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે, પરંતુ જે ખેડૂતોએ હજુ સુધી પોતાની ઇ-કેવાયસી (e-KYC) પ્રક્રિયા પૂર્ણ નથી કરી, અથવા જેમના બેંક ખાતા સાથે આધાર લિંકિંગ બાકી છે, તેમને હપ્તો મેળવવામાં વિલંબ થઈ શકે છે અથવા તેમનો હપ્તો અટકી શકે છે. વન વિભાગ અને કૃષિ મંત્રાલયે ખેડૂતોને તાત્કાલિક દસ્તાવેજોની ભૂલો સુધારી લેવા વિનંતી કરી છે. ૨૩મો હપ્તો જારી થતાં જ ચાલુ ખરીફ સિઝનની ખેતીની તૈયારીઓ માટે ખેડૂતોને મોટું પીઠબળ મળશે.
