NEET Exam Guidelines:NEET પરીક્ષાના રિપોર્ટિંગ ટાઈમ-ડ્રેસ કોડ, શું લાવવું અને શું ન લાવવું? દેશભરમાં 1.38 લાખ CCTV સાથે લીકપ્રૂફ તૈયારી

પેપર લીક થવાને કારણે રદ થયેલી NEET-UG પરીક્ષા 21 જૂને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફરીથી યોજાશે, જેમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. NTAએ મોક ડ્રીલ, 3 લાખ કર્મચારીઓ અને વ્યાપક સુરક્ષા પગલાં સાથે લીકપ્રૂફ પરીક્ષાની તૈયારી કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 20 Jun 2026 11:54 PM (IST)Updated: Sat, 20 Jun 2026 11:58 PM (IST)
neet-exam-reporting-time-dress-code-what-to-bring-what-prohibited-mobile-smart-watch-get-all-details-here

NEET Exam Guidelines:પેપર લીક થવાને પગલે રદ્દ કરવામાં આવેલી NEET-UG ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 21 જૂનના રોજ ફરી વખત યોજવામાં આવી રહી છે. આ પરીક્ષામાં આશરે 22 લાખથી વધારે વિદ્યાર્થી સામેલ થઈ રહ્યા છે.


આ અગાઉ શનિવારના રોજ NTA દ્વારા મોક ડ્રીલ મારફતે દેશના 551 શહેરના 5440 કેન્દ્રો અને વિદેશના 14 કેન્દ્રો પર યોજાનારી આ પરીક્ષની તૈયારીઓની યોગ્ય તપાસ કરવામાં આવી.

પરીક્ષા અંગ્રેજી, હિન્દી સહિત 12 ભારતીય ભાષામાં યોજાશે. સંપૂર્ણ આયોજનમાં ત્રણ લાખથી વધારે કર્મચારીઓ-અધિકારીઓ કામે લગાવવામાં આવ્યા છે.


NTAના વિદ્યાર્થીને પ્રવેશ પત્ર, એક ઓળખ પત્ર અને બે ફોટો સાથે નિર્ધારિત સમય પર પરીક્ષા કેન્દ્ર પર પહોંચ આપવા કહેવામાં આવ્યું છે. ગરમીને જોતા પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, વીજળી, પંખા અને અરજદારોની બહાર બેસવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

NTAએ ફરી વખત યોજાનારી આ પરીક્ષાને લઈ વ્યાપક સાવધાની રાખવામાં આવ્યો છે. પ્રશ્નપત્ર તૈયાર કરનાર વિશેષ ટીમને પરીક્ષા યોજાય ત્યા સુધી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવેલ છે.

પ્રશ્નપત્રોને NTAના 18 રિજનલ સેન્ટરો સુધી ભારતીય વાયુ સેનાના વિમાનો અને પોસ્ટ વિભાગની મદદથી પહોંચાડવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર સ્થાનિક પોલીસ સાથે કેન્દ્રીય દળો પણ ફરજ પર ગોઠવવામાં આવ્યા છે.


જિલ્લાના DM અને SPને પરીક્ષા કેન્દ્રો પર વિશેષ કરી ઉપસ્થિત રહેવાના દિશા-સૂચન આપવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારના દુષ્પ્રચાર અને ગેરરીતિનો સામનો કરવા સાઈબર કમાન્ડો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

 

પરીક્ષાનો સમય અને રિપોર્ટીંગ

NTA આ વખતે પરીક્ષાનો સમય 15 મિનિટ વધારવામાં આવ્યો છે. પરીક્ષા કૂલ ત્રણ કલાક 15 મિનિટ ચાલશે. પરીક્ષા બપોરે બે વાગ્યાથી સાંજે 5.15 વાગ્યા સુધી યોજાશે.

પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સવારે 11 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. 1.30 વાગ્યા બાદ પરીક્ષા કેન્દ્રનો ગેટ બંધ થઈ જશે. ત્યારબાદ કોઈ પણ સ્થિતિમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

NTAએ દરેક વિદ્યાર્થીને ત્રણ ચીજવસ્તુ ચોક્કસ લાવવા કહ્યુ છે. તેમાં પહેલા NTAની અધિકૃત વેબસાઈટ પરથી ડાઉનલોડ પ્રવેશ પત્ર છે.
બીજુ કોઈ તસવીર સાથે ઓળખ પત્ર છે, જેમાં આધાર, પાન કાર્ડ અથવા વોટર આઈડી વગેરે હોઈ શકે છે. આ સાથે બે પાસપોર્ટ સાઈઝ ફોટો પણ લઈને આવવા કહ્યું છે.