NEET UG RE-Exam 2026: સુરતમાં 22 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે કસોટી

NEET-UGની રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે, જેમાં ગુજરાતના 211 કેન્દ્રો પર 79,411 ઉમેદવારો ભાગ લેશે. સુરતમાં 22 કેન્દ્રો પર 10,301 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 21 Jun 2026 02:01 PM (IST)Updated: Sun, 21 Jun 2026 02:01 PM (IST)
neet-ug-re-exam-2026-surat-centers-and-student-details

NEET UG RE-Exam 2026: NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા છે. જયારે સુરત જિલ્લામાં કુલ 10,301 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. પરીક્ષાર્થીઓની સુવિધા અને પરીક્ષાના સુચારુ સંચાલન માટે સુરત શહેર અને જિલ્લામાં કુલ 22 જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.

SURAT-NEET-EXAM-21-06

આજે સુરતમાં NEET UG પરીક્ષા

NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે લેવાઈ રહી છે. સુરત જિલ્લામાં 22 કેન્દ્રો પર 10,301 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. આ તમામ કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા બપોરે 02:00 વાગ્યાથી સાંજે 05:15 વાગ્યા સુધી યોજાશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટેનો સમય સવારે 11:00 વાગ્યાથી બપોરે 01:30 વાગ્યા સુધી રહેશે.

SURAT-NEET-EXAM-21-06-3

પેપર લીક ન થાય તેવી અપેક્ષા-વિદ્યાર્થીના પિતા

વાલી મુકેશભાઈએ જણાવ્યું હતું કે બીજી વખત પરીક્ષા લેવાઈ રહી છે, છોકરાઓને ડબલ મહેનત કરવી પડી છે, અગાઉ પેપર લીક થયું હતું એટલે છોકરાઓની મહેનત ફેલ ગયી હતી અને બીજી વખત પરીક્ષામાં જે ટાઈમ મળ્યો છે, તે ટૂંકો ટાઈમ મળ્યો છે. એક મહિનો 12 દિવસમાં વિદ્યાર્થીઓ કેટલી તૈયારી કરે, હવે સરકાર પાસેથી અપેક્ષા રાખીએ કે હવે પેપર લીક ન થાય, જો પેપર લીક થાય તો આમાં છોકરાઓનું ભવિષ્ય ક્યાં જઈને ઉભું રહે, અપેક્ષા છે કે પરીક્ષા શાંતિ પૂર્ણ રીતે લેવાય.

SURAT-NEET-EXAM-21-06-2

વિદ્યાર્થી રવિ ભુતાણીએ જણાવ્યું હતું કે હાલ હું NEETની પરીક્ષા આપવા આવ્યો છું, જે ફ્રેશર હશે તેને થોડું અઘરું પડશે પણ ડ્રોપર હશે તો તે રિવીઝન કરીને કવર કરી નાખશે, સરકાર પર જે પ્રેશર છે તેનાથી પરથી લાગતું નથી કે પેપર આસાન હશે.